આજે આપણે મહેસાણામાં બનેલા એ કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે પરિવારને પુત્રવધુ લાવવી પડી મોંઘી. એવામાં હાલ આપણી સમક્ષ એવા ઘણા કિસ્સાઓ સામે આવી જતા હોય છે,જેમાં દલાલ મારફતે પૈસા આપીને યુવતીઓ સાથે લગ્ન કરાવવામાં આવતા હોય છે.એવામાં ભરૂચની એક યુવતી સાથે 1.70 લાખ રૂપિયા આપે દલાલ મારફતે એ પુત્રના લગ્ન કરાવવામાં આવ્યા હતા.
એ પુત્રવધૂએ એ પરીવારને દગો આપ્યો અને લગ્નના સાતમા દિવસે માનતા પુરી કરવા જવું છું એવું કહીને તમામ દાગીના લઇને ફરાર થઇ ગઇ હતી અને દુલ્હન પરત ન ફરતા પરિવારે દલાલનો સંપર્ક પણ કર્યો હતો.જેમાં એ દલાલે 1.70 લાખમાંથી માત્ર 30 હજાર રૂપિયા જ પરત આપ્યા. આવા ઘણા કિસ્સાઓ બની જતા હોય છે.
જેમાં પરિવાર મુશ્કેલીઓનો ભોગ બની જતા હોય છે ત્યારે આ પરિવારે પોલીસને અરજી પણ કરી છે. પરંતુ હજી સુધી ફરિયાદ નોંધાતા ન્યાયની માંગણી પણ પરિવાર દ્વારા કરવામાં આવી રહી છે. વાત જાણે એમ છે કે મહેસાણામાં આવેલા નાગલપુર વિસ્તારમાં રહેતો એ રૂપાબેન પ્રકાશભાઈ કે પોતાનું ઘર કામ કરીને ગુજરાન ચલાવી રહ્યા છે.
આ પરિવારમાં પતિ સાત વર્ષથી લકવાગ્રસ્ત છે અને તેને બે દીકરા છે જેમાં દીકરો પ્રભાતનું ક્યાંય સગપણ થતું ન હતું.તેવામાં એ યુવતીની શોધમાં હતો ત્યારે તેમણે ગોકુળગઢ ના દેવજી ચૌધરી અને ઈશ્વર ચૌધરી સાથે સંપર્ક કર્યો જેમાં એ દીકરા માટે ભરૂચની કન્યાની વાત કરી હતી. એવામાં એ દલાલ હોય આ પરિવારને જો એ કન્યા લાવવી હોય તો 2 લાખ રૂપિયા થશે એમ કહી 1.70 લાખમાં મામલો પતાવ્યો હતો.
એ દીકરાના લગ્ન કરવાનું નક્કી કર્યું એવામાં એ મહેસાણાનો પરિવાર દીકરા માટે કન્યા જોવા ભરૂચ જિલ્લાના ગામે ગયા અને એક ભરૂચની હોટલમાં રોકાયા હતા.તે દરમિયાન જ 1.15 લાખ રૂપિયા એ અનિતા નામની કન્યા ના પરિવારને આપવામાં આવ્યા હતા.
એટલું જ નહીં પરંતુ એ દરમિયાન યુવકની માતાએ પૈસા ગણતો વિડિયો મોબાઇલમાં કેદ કરી લીધો હતો. પૈસા આપીને અનિતાના લગ્ન પ્રભાત જોડે કરવામાં આવ્યા અને ત્યારબાદ એ નવી પુત્રવધૂને લઈને એ પરિવાર મહેસાણા પરત આવ્યા.
એવામાં આવવા-જવાનો ખર્ચ કુલ મળીને 20 હજાર થયો અને બીજો ખર્ચ 66 હજારમાં પડ્યો ત્યારે લગ્ન કર્યાના સાતમા દિવસે જ પુત્ર વધુ અનિતાએ પોતાના પિયરમાં માનતા પુરી કરવા માટે જવાનું કહ્યું. પોતાના બધા જ દાગીના લઇને ભાગી ગઈ હતી અને પરત ન આવતાં પરિવારે દલાલનો સંપર્ક કર્યો હાલ તો આ મામલે પોલીસ ઝડપથી કાર્યવાહી કરે તે માટે પરિવારની માંગ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment