સુરત શહેરમાં છેલ્લા થોડા દિવસોથી ચોરી અને લૂંટની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક ચોરીની ઘટના સામે આવી છે. આ ચોરીની ઘટના સુરત શહેરના સચિન વિસ્તારમાં આવેલી મોબાઇલ અને ટ્રેડિંગની દુકાનમાં બની હતી. અહીં દુકાનમાં નોકરી કરતા વ્યક્તિ એક દુકાનમાંથી ચોરી કરી હતી.
ચોરે દુકાનમાંથી મોબાઈલ અને જીન્સના પેન્ટ સહિતની વસ્તુઓની ચોરી કરી હતી. આ સમગ્ર ચોરીની ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. દુકાન માલિકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર આ ચોરીની ઘટના સચિન વિસ્તારમાં આવેલા મોર્યા મોબાઇલ અને મોર્યા ટ્રેડિંગ નામની દુકાનમાં બની હતી. મળતી માહિતી અનુસાર દુકાનમાં કામ કરનાર દિપક ચૌધરી નામના યુવકે દુકાનમાંથી 1.60 લાખની કિંમતના મોબાઈલ અને 30 હજારની કિંમતની જીન્સ પેન્ટની ચોરી કરી હતી.
આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જ્યારે આ ચોરીની ઘટના બની ત્યારે આરોપી દીપક ચૌધરી દુકાન પર એકલો હતો. તેને આ વાતનો લાભ ઉઠાવીને દુકાનમાંથી મોબાઈલ અને જીન્સ પેન્ટની ચોરી કરી હતી.
સુરતના સચિન વિસ્તારમાં આવેલી મોબાઇલ અને ટ્રેનિંગની દુકાનમાં કામ કરતા કર્મચારીએ, દુકાનમાંથી આટલા લાખ રૂપિયાની ચોરી કરી – જુઓ ચોરીના CCTV ફૂટેજ… pic.twitter.com/tubt2H7bC7
— GUJJU ROCKZ (@gujju_rockz) June 29, 2022
આ ઘટનાની જાણ દુકાન માલિકને થતા દુકાન માલિકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલમાં આરોપી દીપક ચૌધરી ફરાર થઈ ગયેલો છે. પોલીસે સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment