અમદાવાદમાં મોડી રાત્રે ઘરે જઈ રહેલા બે મિત્રોને, રોંગ સાઇડમાં આવી રહેલી કારે લગાવી જબરદસ્ત, બંને મિત્રોના કરુણ મૃત્યુ….

Published on: 12:05 pm, Wed, 29 June 22

અમદાવાદ શહેરમાં દિવસે ને દિવસે હિટ એન્ડ રનની ઘટનાઓ વધી રહી છે. ત્યારે મંગળવારના રોજ મોડી રાત્રે બનેલી એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. આ હિટ એન્ડ રનની ઘટના કર્ણાવતી ક્લબની પાછળ રીંગરોડ જવાના રસ્તા ઉપર બની હતી. અહીં એક જીપ ચાલકે બાઈક સવાર બે યુવકોને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ કારણોસર બાઈક સવાર બંને યુવકોના કરુણ મૃત્યુ નીપજ્યા હતા.

મળતી માહિતી અનુસાર કર્ણાવતી કલબ થી એસપી રિંગ રોડ તરફ જવાના રોડ ઉપર રોંગ સાઇડમાં આવી રહેલા એક જીપ ચાલકે બાઈક પર સવાર બે યુવકોને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ ઘટનામાં બંને યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનામાં બંને યુવકોના ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યા હતા.

આ ઘટનામાં 22 વર્ષીય સુરેશ ઠાકોર અને 21 વર્ષીય સારંગ કોઠારીનું કરૂણ મૃત્યુ નિપજયુ છે. બંનેના મૃત્યુના કારણે બંનેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ જીપચાલક ઘટનાસ્થળે જ જીપ મૂકીને ફરાર થઇ ગયો હતો. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે જીપચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૃત્યુ પામેલો સુરેશ ઠાકોર આંબલી ગામનો રહેવાસી હતો અને મૃત્યુ પામેલો સારંગ કોઠારી ધુમા ગામનો રહેવાસી હતો. બંને મિત્રો સરખેજ સ્થિર જસ્ટ ડોગમાં નોકરી કરતા હતા. બંને મિત્રો મોડી રાત્રે નોકરી પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહયા હતા. આ દરમિયાન કર્ણાવતી ક્લબની બાજુના રસ્તા પરથી પસાર થતી વખતે રોંગ સાઇડમાં આવી રહેલા જીપચાલકે તેમની બાઇકને જબરદસ્ત ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે સુરેશ અને સારંગ નું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ નીપજયું હતું. અકસ્માતની ઘટના બનતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. આ ઘટના બનતા જ લોકો ભારે રોષે ભરાયા હતા અને જેમણે ગાડીમાં તોડફડ પણ કરી હતી.

અકસ્માતની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના બન્યા બાદ જીપ ચાલક યુવક ગાડીનો નંબર પ્લેટ ઉખાડીને સાથે લઈ ગયો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અમદાવાદમાં મોડી રાત્રે ઘરે જઈ રહેલા બે મિત્રોને, રોંગ સાઇડમાં આવી રહેલી કારે લગાવી જબરદસ્ત, બંને મિત્રોના કરુણ મૃત્યુ…."

Leave a comment

Your email address will not be published.


*