આમ આદમી પાર્ટીના ફ્રી વીજળી આંદોલન ગુજરાત રાજ્યના દરેક ઘર સુધી આપ દ્વારા પહોંચાડવામાં આવ્યું છે તેવું ગોપાલ ઇટાલીયા એ જણાવ્યું હતું. ગોપાલભાઈ કહ્યુ કે દિલ્હીની વીજળી કાંતિ જાણ્યા બાદ જ ગુજરાતના લોકોને પણ ખ્યાલ આવી રહ્યો છે કે ગુજરાતમાં પણ મફતમાં વીજળી મળવી જોઈએ. પરંતુ ભાજપ ખાનગી કંપનીઓને ફાયદો કરાવવા માટે ગુજરાતની જનતાને મોંઘી વીજળી આપી રહી છે.
ભાજપની પોલ ખોલવા માટેની પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓએ સુરતના ઓલપાડ વરાછા અને કરંજ, અમદાવાદ શહેરના નારણપુરા ચાંદલોડિયા અને નવા વાડજ અને રાણીપ, ભાવનગર,ગાંધીનગર, જુનાગઢ,જામનગર, વડોદરા અને ભરૂચ અને રાજકોટ શહેરમાં પદયાત્રા,મશાલ યાત્રા, સાયકલ યાત્રા ને ટોચ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
27 વર્ષમાં શાસન કરનાર ભાજપ સરકાર ગુજરાતની જનતા સાથે છેતરપિંડી કરી રહી છે તેવું ગોપાલ ઇટાલીયા આક્ષેપ લગાવ્યો છે. ભાજપ સરકાર માત્ર ને માત્ર તેમના ચૂંટાયેલા લોકો માટે કામ કરે છે તેથી પ્રજાને ફાયદો થવાને બદલે ખાનગી વીજ કંપનીઓને ફાયદો કરાવી રહી છે.
જ્યારથી ફ્રી વીજળી આંદોલન શરૂ થયું છે ત્યારથી ભાજપ સરકારે તાનાશાહી વલણ અપનાવીને આંદોલનને ઘણી વખત કચડી નાખવાનો પ્રયાસ કર્યો છે તેવું ગોપાલભાઈ ઇટાલિયા જણાવ્યું હતું. દરેક વખતે ભાજપ સરકાર ફ્રી વીજળી આંદોલનને કચડી નાંખવા માં નિષ્ફળ રહી છે કારણ કે ફરી વીજળી આંદોલન માત્ર આમ આદમી પાર્ટી દ્વારા નહીં પરંતુ ગુજરાતની જનતા દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment