હાલમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક યુવક મોબાઇલના ટાવર ઉપર ચડી જાય છે. યુવક લગભગ 60 ફૂટની ઊંચાઇએ મોબાઇલના ટાવર પર ચડી જાય છે. યુવકનું કહેવું છે કે, તેના પરિવારના સભ્યોએ તેના ભાગની જમીને કબજે કરી લીધી છે. યુવકનું કહેવું છે કે, તે બહાર રહેતો હતો.
જેનો લાભ ઉઠાવીને તેમના પરિવારના લોકોએ તેની 5 વીઘા જમીન પર કબજો કરી લીધો છે. આ ઘટનાને લઇને તેને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ પોલીસ સ્ટેશનમાં તેની વાત તો એ સાંભળી ન હતી. જેથી ગુસ્સામાં આવીને આજે યુવક મોબાઇલ ટાવર ઉપર ચડી ગયો હતો.
યુવકને મોબાઇલના ટાવર ઉપર બેઠેલો જોયો અને આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. યુવક ટાવર ઉપર ચડીને કહે છે કે, જો તેને ન્યાય નહીં મળે તો તે અહીંથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લેશે. આ ઘટનાની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
ત્યારબાદ પોલીસની ટીમે યુવક સાથે વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન પોલીસે યુવકની તમામ ફરિયાદો સાંભળી હતી. ત્યારબાદ પોલીસે યુવકને નીચે ઉતારવા માટેનું કહ્યું હતું. મળતી માહિતી અનુસાર ટાવર પર ચડેલો યુવક લગભગ 10 કલાક બાદ ટાવર પરથી નીચે ઉતરી આવ્યો હતો.
ત્યાર બાદ પોલીસની ટીમ યુવક સાથે તેના ઘરે ગઈ હતી. યુવકના ઘરે પોલીસ સમગ્ર ઘટનાની માહિતી મેળવશે. ટાવર પર ચડેલા યુવકનું નામ જીતેન્દ્ર યાદવ હતું અને તેની ઉમર 35 વર્ષની હતી. મળતી માહિતી અનુસાર તે નાસ્તો કરીને ટાવર ઉપર ચડી ગયો હતો.
એક યુવક 60 ફૂટની ઊંચાઈએ મોબાઇલના ટાવર પર ચડી ગયો, ત્યાંથી યુવકે કહ્યું એવું કે – જુઓ સમગ્ર ઘટનાનો વીડિયો… pic.twitter.com/6aTQbZ22vD
— GUJJU ROCKZ (@gujju_rockz) June 27, 2022
આ ઘટના કુશીનગરમાં બની હતી. જીતેન્દ્ર યાદવનું કહેવું છે કે તે બહાર રહેતો હતો. જેનો લાભ ઉઠાવીને તેના પરિવારના લોકોએ તેની 5 વીઘાની જમીન પર કબજો કરી લીધો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે..
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment