માં તે માં બીજા બધા વગડાના વા…! એક હાથીનું બચ્ચું નદીના પૂરમાં ફસાઈ ગયું, ત્યારબાદ થયું એવું કે – જુઓ વિડિયો

હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો, નદીના જોરદાર પ્રવાહમાં એક હાથીનું બચ્ચું ફસાઈ ગયું હતું. ત્યારે તેની માતા ભારે મહેનત કરીને પોતાના બાળકને બચાવી લે છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક હાથીઓનું ઝુંડ જંગલની વચ્ચે પસાર થતી નદી માંથી પસાર થઈ રહ્યું છે. લગભગ બધા હાથીઓ નદી પાર કરીને બીજા કાંઠે પહોંચી જાય છે. પરંતુ એક હાથીનું બચ્ચું નદીના જોરદાર પ્રવાહમાં ફસાઈ જાય છે. આ દરમિયાન પોતાના બાળકને બચાવવા માટે હાથણી તેને પકડવાના પ્રયાસો કરે છે.

પરંતુ પાણીના જોરદાર પરવાના કારણે તે બચ્ચું તણાવવા લાગે છે. પોતાના બાળકને બચાવવા માટે હાથણી તેના તરફ ઝડપથી ભાગવા લાગે છે. ત્યારબાદ હાથણી પોતાની સૂંઢથી પકડીને પોતાના બાળકનો જીવ બચાવી લે છે. ત્યારબાદ હાથણી અને તેનું બચ્ચું સુરક્ષિત રીતે નદી પાર કરી જાય છે.

હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થઇ રહેલું આ વિડીયો ટ્વિટરમાં IFS અધિકારી પરવીન કાસવાને શેર કર્યો છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થયેલો વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ વિડીયો ઉતરી બંગાળના નાગરકતાની પાસે શૂટ કરવામાં આવ્યો છે.  આ વીડિયો અત્યાર સુધીમાં 87 હજારથી પણ વધારે લોકોએ જોયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*