આજકાલ જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ઘણા લોકો નાની નાની બાબત, ડિપ્રેશન અને અગમ્ય કારણોસર કંટાળીને આ પગલું ભરી લેતા હોય છે. હાલમાં બનેલી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આ ઘટનામાં નદીમાં ડૂબી જવાના કારણે પતિ-પત્નીનું કરૂણ મૃત્યુ થયું છે.
આ ઘટના શનિવારના રોજ સાંજે 4 વાગ્યાની આસપાસ જયપુરમાં બની હતી. જયપુરમાં એક એન્જિનિયર મહિલાએ નદીમાં કૂદી ગઈ. તેને બચાવવા માટે તેનો પતિ પણ નદીમાં કૂદીયો, પરંતુ નદીમાં ડૂબી જવાના કારણે પતિ-પત્નીના કરો મૃત્યુ થયા હતા. આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા.
આ ઘટનાની જાણ લોકોએ પોલીસને કરી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને નદીમાંથી પતિ-પત્નીના મૃતદેહને બહાર કાઢ્યા હતા.સમગ્ર ઘટનાને લઇને વિસ્તૃતમાં વાત કરીએ તો, 28 વર્ષીય મધુબાલા નામની મહિલા પરિવારમાં ઝઘડાના કારણે ઘરેથી ભાગી ગયા અને દ્રવ્યવતી નદી તરફ ગઈ.
તેનો પતિ તરુણકુમાર સિંહ પણ તેની પાછળ દોડી આવ્યો હતો. તરુણસિંહ પોતાની પત્ની મધુબાલા પાસે પહોંચે તે પહેલાં તો મધુબાલાએ દ્રવ્યવતી નદીમાં કૂદી ગઈ હતી. પત્નીને બચાવવા માટે તરુણકુમાર સિંહ પણ નદીના પાણીમાં કૂદી પડ્યો હતો.
પરંતુ ઉંડા પાણીમાં ડૂબી જવાના કારણે પતિ-પત્નીના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયા હતા. મળતી માહિતી અનુસાર તરુણકુમાર સિંહ અને મધુબાલાને લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતા. બંનેને આઠ મહિનાની બાળકી છે. આ ઘટના પરિવારને ઝઘડાને કારણે બની છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટનાના કારણે આઠ મહિનાની દીકરી એ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. તરુણકુમાર સિંહ પટનામાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો. તેની પત્ની મધુબાલા વીજળી વિભાગમાં AEN હતી. કયા કારણોસર પરિવારમાં ઝઘડો ચાલતો હતો, તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment