આજકાલ અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં આર્મી માં જવા માટે દોડની પ્રેક્ટિસ કરી રહેલા યુવકને એક બોલેરો કારે જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ કારણોસર યુવકનું કરુણ મૃત્યુ નીપજ્યું છે.
મૃત્યુ પામેલા દેવેન્દ્ર નામના યુવકનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. એક મહિના પહેલાં જ તેના લગ્ન થયા હતા. દેવેન્દ્ર સવારના સમયે પોતાના મિત્રો સાથે દોડની પ્રેક્ટિસ કરવા માટે નીકળી પડ્યો હતો. પરંતુ માર્ગ અકસ્માતના કારણે તેનું કરુણ મૃત્યુ નીપજયું હતું. દેવેન્દ્રના મૃત્યુના કારણે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અને તેની પત્ની ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી હતી.
મળતી માહિતી અનુસાર દરરોજની જેમ શનિવારના રોજ દેવેન્દ્રના પિતા સવારે ચાર વાગ્યાની આસપાસ દેવેન્દ્રને જગાડે છે. પિતા દેવેન્દ્રને જગાડીને કહે છે કે, દોડ ની પ્રેક્ટિસ કરીને આવ. ત્યારબાદ દેવેન્દ્ર ગામના કેટલાક અન્ય યુવકો સાથે બરખેડા ગામ તરફ જતાં રસ્તા પર દોડતો હતો.
આ દરમિયાન પાછળથી આવી રહેલા એક બોલેરો કારે દેવેન્દ્રને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ ઘટના લગભગ સવારના સાડા ચાર વાગ્યાની આસપાસ બની હતી. ટક્કર લગાવ્યા બાદ બોલેરો કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. ત્યારબાદ ઈજાગ્રસ્ત થયેલા દેવેન્દ્રને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. દેવેન્દ્રના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારજનો અને ગામના લોકોમાં શોખનું મોજું ફરી વળ્યું હતું. ત્યારબાદ પરિવારના લોકોએ ગુસ્સામાં આવીને દેવેન્દ્રનું મૃતદેહ રોડ પર મૂકીને રસ્તો બ્લોક કરી દીધો હતો. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
પોલીસે પરિવારને ઝડપી કાર્યવાહીની ખાતરી આપીને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. મળતી માહિતી અનુસાર લગભગ 38 દિવસ પહેલા દેવેન્દ્રના લગ્ન થયા હતા. દેવેન્દ્રના મૃત્યુ નું સૌથી વધારે દુખ તેની પત્નીને લાગ્યું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment