મિત્રો છેલ્લા થોડા દિવસોથી અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે. જેમાં અકસ્માતના કારણે એક જ ક્ષણમાં હસતો ખેલતો પરિવાર વિખરાઈ જતો હોય છે. ત્યારે હાલમાં બનેલી એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે.
આ ઘટના એક જ પરિવારના ત્રણ સભ્યોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અકસ્માતના પગલે ચારે બાજુ માતમ છવાઇ ગયો હતો. આ અકસ્માતની ઘટના અલવર બની હતી. અહીં અકસ્માતમાં પતિ પત્ની અને 6 વર્ષની દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેના કારણે 3 વર્ષનો બાળક આખરે ઘરમાં એકલો થઈ ગયો છે.
આ અકસ્માતની ઘટના અલવર-ભરતપુર રોડ પર જુગરાવર ટોલનાકા પાસે શુક્રવારના રોજ સાંજે લગભગ આઠ વાગ્યાની આસપાસ બની હતી. મળતી માહિતી અનુસાર 32 વર્ષીય નરેશ નામનો વ્યક્તિ પોતાની પત્ની સરિતા (ઉંમર 27 વર્ષ), દીકરી મુન્ન (ઉંમર 6 વર્ષ) અને દીકરા કૃષ્ણા (ઉંમર 3 વર્ષ) સાથે બાઈક પર તેના સાસરે જઈ રહ્યો હતો.
ત્યારે રસ્તામાં ટોલનાકા પાસે સામેથી પુરપાટ ઝડપે આવી રહેલી એક કારે તેમની બાઇકને જબરદસ્ત ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે 3 વર્ષનો કૃષ્ણા હવામાં ઉછાળીને 30 ફૂટ દૂર જઈને પડ્યું હતું. આ અકસ્માતની ઘટનામાં ચારેય પરિવારના સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. હોસ્પિટલમાં હાજા ડોક્ટરે નરેશ, સરિતા અને મુન્નના કરૂણ મૃત્યુ થયા હતા. જ્યારે ઇજાગ્રસ્ત થયેલા કૃષ્ણા સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.
ઘટનાસ્થળે હાજર લોકોનું કહેવું છે કે કાર ચાલક પુરપાટ ઝડપે કાર ચલાવી રહ્યો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે કાર દૂર જઈને એક નદીમાં પલટી ખાઈ ગઈ. આ અકસ્માતમાં કારમાં સવાર લોકોને પણ ઈજા પહોંચી હતી. એક જ પરિવારના ત્રણ લોકોના મૃત્યુ થતાં આખા ગામમાં માતમ છવાઇ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment