ગુજરાતના સોનું સુદ ગણાતા ખજૂર ભાઈને કોણ નથી ઓળખતા હોય, ખજૂરભાઈ હાલમાં દિવસ-રાત જોયા વગર ગરીબ લોકોની મદદ કરી રહ્યા છે. ખજૂર ભાઈ અત્યાર સુધીમાં 200થી પણ વધારે ગરીબ લોકોને ઘર બનાવી આપ્યા છે. ખજૂર ભાઈના વખાણ અત્યારે જેટલા કરો તેટલા ઓછા છે. ખજૂરભાઈ ગરીબ લોકો માટે દેવદૂત બની ગયા.
ખજૂરભાઈ લોકોને ઘર જ નહીં પરંતુ ઘરની અંદરનો તમામ સામાન પૂરો પાડે છે. ખજૂરભાઈ પોતાના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેઓ પોતાની આવકનો 75 ટકા હિસ્સો ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે વાપરે છે. ખજૂર ભાઈ અત્યાર સુધીમાં કેટલાય ગરીબ પરિવારના જીવન સુધારી નાખ્યા હશે.
જ્યારે ગુજરાત રાજ્યમાં ગયા વર્ષે વાવાઝોડું આવ્યું, ત્યારે ખજૂર ભાઈ લોકોની મદદ માટે આવ્યા હતા. આજે ખજુરભાઈના આ પ્રકારના સેવાકીય કામ જોઈને લોકો તેમની સલામ કરી રહ્યા છે. ત્યારે જાણીતા લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ ખજૂર ભાઈ વિશે ખૂબ જ સુંદર વાત કરી છે.
રાજભા ગઢવીએ પોતાના ચાલુ ડાયરાની અંદર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા દર્શકો સામે ખજૂર ભાઈના વખાણ કર્યા હતા. રાજભા ગઢવી સ્ટેજ પર ખજૂર ભાઈના વખાણ કરતા કહ્યુ કે, ગુજરાતના સૌના લાડીલા એવા ખજૂરભાઈ તેઓ પોતાને પણ નથી ખબર કે તેઓ નાની ઉંમરમાં કેટલું મોટું અને ખુબ જ સરસ કામ કરી રહ્યા છે.
ખજૂરભાઈ દિવસ-રાત જોયા વગર ગરીબ લોકોની મદદ કરી રહ્યા છે. રાજભા ગઢવીએ વધુમાં જણાવ્યું કે, મને ખુદને એવું લાગી રહ્યું છે કે, આ ભૂદેવને મારે પગે લાગીને તેમના આશીર્વાદ લેવા જોઈએ. ખજૂરભાઈ ગુજરાતની ધરતી ઉપર ઉજળું કામ કરી રહ્યા છે.
વધુમાં રાજભા ગઢવી ખજુરભાઈની ટીમની વખાણ કરતા જણાવ્યું કે, ખજૂર ભાઈ ની સાથે કામ કરી રહેલી તેમની આખી ટીમને પણ હું લાખ લાખ વંદન કરું છું. આ ઉપરાંત રાજભા ગઢવી જણાવ્યું હતું કે, ગુજરાતની ધરતી પર આવું કામ કરી રહેલા ભૂદેવને હું વંદન કરું છું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment