આપણે સૌ જાણીએ છીએ કે ધાર્મિક સ્થળો પર બુટ ચપ્પલ પહેરાતા નથી. તો વાત કરીએ તો આપણા પગ ને સુરક્ષિત રાખવા માટે આપણે સૌ ચંપલ કે બુટ નો ઉપયોગ કરતા હોઈએ છીએ. જ્યારે પણ લોકો ઘરમાં કે ઘરની બહાર નીકળે છે ત્યારે ચંપલ કે બુટ પહેરવા નું રાખે છે. ભાગ્યે જ કોઈક એવા લોકો હોય છે કે જેઓ પહેરતા નથી.
આજે આપણે એક ગામ વિશે વાત કરવા જઈ રહ્યા છે કે જે ગામમાં મોટે ભાગે બધા જ લોકો બુટ ચપ્પલ વગર ખુલ્લા પગે જોવા મળે છે. આ ગામમાં કોઈ પણ પગરખાં પહેરતા જોવા મળે તો તેને સજા મળે છે. જાણીને તમને પણ આશ્ચર્ય થયું હશે! તો આવો જાણીએ કે આના પાછળ શું રહસ્ય છુપાયેલું છે!
દક્ષિણ ભારતીય રાજ્ય તમિલનાડુ ની રાજધાની ત્યાંથી 450 કિલોમીટર દૂર અંદમાન ગામ આવેલું છે જે ગામમાં લગભગ 130 જેટલા પરિવાર રહે છે. આ ગામની વિશેષતા વિષે વાત કરીએ તો આ ગામમાં માત્ર એક જ મોટું ઝાડ છે. જેની સૌ કોઈ લોકો પૂજા કરે છે.
આ ઝાડની આજુબાજુ પગરખાં પહેરીને જવાની પરવાનગી નથી. ત્યારે જે કોઈ આ ગામમાં બહારથી આવે છે તેને પણ પોતાના બુટ કે ચંપલ ઉતારવા જ પડે છે અને ગામમાં લોકો પણ ખુલ્લા પગે જ ચાલતા નજરે પડે છે. તેની પાછળ કોઈ રહસ્ય છુપાયેલું જ હશે. આ ગામ ધાર્મિક માન્યતાથી વીંટળાયેલો છે.
આ ગામના લોકો આખા ગામની જમીન ને પવિત્ર માને છે અને ભગવાનનું ઘર હોય તેવું માની સમગ્ર ગ્રામજનો ખુલ્લા પગે ચાલે છે અને જે કોઈ વ્યક્તિ બહારથી આવે છે. તેને પણ આ ગામમાં પ્રવેશતાની સાથે જ ચપ્પલ ઉતારવા જ પડે છે. આ એક પ્રકારે ભૂમિ પૂજન કહી શકાય છે. આ ગામમાં લગભગ 130 જેટલા પરિવારો રહે છે.
તે પૈકી વૃદ્ધ લોકો જ ખૂબ ગરમીમાં બપોરે જૂતા કે ચપ્પલ પહેરે છે. બાકી કોઈ પણ વ્યક્તિ જો આ નિયમ તોડે તો તેને કડક સજા આપવામાં આવે છે. આ ગામના પંચાયત દ્વારા બુટ ચપ્પલ ન પહેરવાનો નિયમ બનાવેલો છે. ગામના લોકો માને છે કે આ ધરતી પવિત્ર છે અને અહીં ભગવાનનો વાસ હોય છે. તેથી ભગવાન નો અંદર કરવા દરેક લોકો આ નિયમ અનુસરે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment