મોટાભાગના લોકો ભણી-ગણીને સારી નોકરી મેળવવા ઇચ્છતા હોય છે. કેટલાક લોકો સારી નોકરી મેળવવા માટે દિવસ-રાત મહેનત કરતા હોય છે. પરંતુ હાલમાં આપણે જે કિસ્સો સાંભળવાના છીએ તે સાંભળીને તમે પણ સૌપ્રથમ ચોંકી ઉઠશો. IT કંપનીમાં નોકરી કરતા એક વ્યક્તિએ ગધેડા ઉછેરવાનો વ્યવસાય કરવા માટે પોતાની નોકરી છોડી દીધી.
તમને જાણીને પણ આશ્ચર્ય થઈ ગઈ આ વ્યક્તિ ગધેડા ઉછેરવાના વ્યવસાયમાં લાખો રૂપિયાની કમાણી કરે છે. આ વાત કર્ણાટકની છે.અહીં રહેતા 42 વર્ષના શ્રીનિવાસ ગૌડા નામના વ્યક્તિએ એક અનોખું કામ કરીને દેશભરમાં પોતાનું નામ રોશન કર્યું છે. 8 જૂનના રોજ, આ વ્યક્તિ દક્ષિણ કન્નડ જિલ્લાના એક ગામમાં ગયા હતા.
ત્યાં જઈને તેમને ગધેડા ઉછેરવા માટેનું એક ફામ ખોલ્યું હતું. શ્રીનિવાસ ગૌડાએ અન્ડરરેટેડ ગધેડાની મદદથી એક નફાકારક બિઝનેસ શરૂ કર્યો છે. શ્રીનિવાસ ગૌડાની વાત કરીએ તો, તેઓ ગ્રેજ્યુએશન સુધી ભણેલા છે. સૌ પ્રથમ તેઓ એક સોફ્ટવેર કંપનીમાં કામ કરતા હતા. શ્રીનિવાસ ગૌડાએ 2020માં પોતાની નોકરી છોડી દીધી હતી.
નોકરી છોડીને તેમણે એક અનોખો વિચાર કર્યો અને ઇરા ગામમાં લગભગ 2.3 એકરના પ્લોટમાં ગધેડા ઉછેરવાનું શરૂ કર્યું હતું. શ્રીનિવાસ ગૌડાએ અગાઉ પણ ખેતી કરતા હતા અને એવું અન્ય પ્રાણીઓને પણ રાખતા હતા. ફાર્મની શરૂઆત કર્યા બાદ શ્રીનિવાસ ગૌડા અહીં સસલા, મરઘા અને 20 ગધેડા લાવ્યા હતા.
લોકો ગધેડાના કામની હંમેશા મજાક ઉડાવતા હોય છે. તેથી કોઈપણ લોકો ગધેડાનો ઉછેર કરતા નથી. આ કારણોસર શ્રીનિવાસ ગૌડાને ગધેડા શોધવામાં પણ ખૂબ જ સરળ રહ્યા હતા. તમને જણાવી દઈએ કે ગધેડાના દૂધમાં ખૂબ જ સારા એવા ગુણ છે.
આ વાતની જાણ આપણને નહીં હોય, પરંતુ આ વાતની જાણ શ્રીનિવાસ ગૌડાને હતી. તેથી તેમને ગધેડા ઉછેરવાનો બિઝનેસ શરૂ કર્યો હતો. શ્રીનિવાસ ગૌડાના જણાવ્યા અનુસાર, ગધેડાનું દૂધ સ્વાદિષ્ટ, મોંઘુ અને ઔષધીય ગુણથી ભરેલું હોય છે. આ કારણોસર ગધેડાના દૂધની કિંમત પણ ખૂબ જ વધારે હોય છે. તમને જાણીને પણ નવાઈ લાગશે કે ગધેડાનું 30 ml દૂધ એક 150 રૂપિયામાં વેચાય છે.
શ્રીનિવાસ ગૌડા ગધેડાનો ઉછેર કરે છે અને તેનું દૂધ કાઢે છે. ત્યારબાદ દૂધના પેકેટ બનાવે છે અને તેને મોલ, દુકાન અને સુપરમાર્કેટમાં સપ્લાય કરે છે. ગધેડાના દૂધનો ઉપયોગ બ્યુટી પ્રોડક્ટ્સમાં પણ થાય છે. મળતી માહિતી અનુસાર તેમની પાસે 17 લાખ રૂપિયા સુધીના ઓર્ડર પણ આવી ચૂક્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment