ખજૂરભાઈ આ દાદીના દીકરા બનીને તેમને એક નવું ઘર બનાવી આપ્યું, દાદીમાંની પરિસ્થિતિ જાણીને તમે પણ રડી પડશે…જ્યારે ઘરનો ગૃહપ્રવેશ કરવામાં આવ્યો ત્યારે દાદીમાં…

ગુજરાતના મસિહા કહેવાતા ખજૂર ભાઈને તો તમે ઓળખતા જ હશો.આજે તેઓએ સૌ કોઇના દિલમાં પોતાનું અનોખું સ્થાન બનાવી દીધું છે. ખજૂર ભાઈ આજે સૌ કોઈ જરૂરિયાત મંદ લોકો ને મદદ કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. અવનવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં ખજૂર ભાઈ કંઈક ને કંઈક રીતે લોકોને મદદ કરતા નજરે પડે છે.

આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે સૌરાષ્ટ્રની ધરતી પર વાવાઝોડું આવ્યું હતું, ત્યારે ખજૂર ભાઈ એ સૌરાષ્ટ્રની મુલાકાત લઈને જરૂરિયાતમંદ વ્યક્તિઓને મદદ કરી હતી. તેમની સ્થિતિ જાણવાનો પ્રયત્ન કરીને ખજૂરભાએ કેટલાય મકાનો બનાવી આપ્યા હતા. એટલું જ નહીં પરંતુ ઉનાળાની ગરમીથી બચવા માટે કેટલાય જરૂરિયાત મંદ લોકોને આપીને માનવતા મહેકાવી હતી.

સાંભળવા મળ્યું છે કે ખજૂર ભાઈ એ આજ દિન સુધી 200 જેટલા નવા ઘર બનાવી આપીને કેટલાય લોકોને આશરો આપ્યો છે. વાત કરવા જઈશું તો હાલમાં ખજૂર ભાઈએ પ્રવિણા બાનાં ઘરે એક નાનકડી પૂજા રાખી હતી.એટલું જ નહીં આ બાના ઘરમાં ગૃહપ્રવેશ કરાવવાના હતા અને ખજૂર ભાઈ એ વૃદ્ધ માસીના ઘરે પહોંચી ગયા.

આખા ગામના લોકો આ પ્રવિણા બાના ઘરે રાખેલી પૂજામાં એકઠા થયા હતા. આજે પ્રવિણા બાના ઘરે ખજૂર ભાઈએ પ્રવિણા અને તેમના પરિવારના લોકોને ગૃહ પ્રવેશ કરાવીને પૂજાપાઠ કરાવ્યો હતો, ત્યારે પ્રવિણાબાના આંખમાંથી હરખના આંસુ સુકાતા ન હતા. તેમણે ખજૂર ભાઈને દિલથી આશીર્વાદ પણ આપ્યા હતા.

આજ દિન સુધી ખજૂર ભાઈ ઘણા લોકોની મદદ કરી છે, ત્યારે ખજૂરભાઈ પ્રવિણાબેનની જીવન જરૂરી બધી જ વસ્તુઓ પણ પૂરી પાડી અને માનવતા મહેકાવી છે. ખજૂર ભાઈ ઘણા ગરીબ અને નિરાધાર લોકોની વહારે આવીને તેમની બધી જ મદદ કરવા દોડી જાય છે.

ત્યારે નીતિન જાની ઉર્ફે ખજૂર ભાઈ આજે સૌ કોઈના મુખ્ય ચર્ચાઈ રહ્યા છે. તેનું એકમાત્ર કારણ છે તેઓની મદદ કરવાની ભાવના! મદદ કરવાની ભાવના સૌ કોઇમાં હોતી નથી પરંતુ આજના આ સમયમાં પણ તેઓ અન્ય લોકો વિશે વિચારે છે એ જ મહત્વનું છે. એટલું જ નહિ ખજૂર ભાઈ ને કેટલાય વૃધ્ધોના આશીર્વાદ મળ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*