હાલમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક યુવતીએ તેના પ્રેમીના ઘરે જઈને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર યુવતી અને યુવક વચ્ચે બે વર્ષથી અફેર ચાલતું હતું. આ ચોંકાવનારી ઘટના મધ્યપ્રદેશના ઇન્દોરના એરોડ્રોમ વિસ્તારમાં બની હતી. મૃત્યુ પામેલી યુવતી એક ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતી હતી.
મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી યુવતીનું નામ પ્રીતિ હતું અને તેની ઉંમર 28 વર્ષની હતી. પ્રીતિએ પોતાના મિત્ર સચિન શર્માના સરકારી ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઇ લીધો હતો. મળતી માહિતી અનુસાર ગુરૂવારના રોજ રાત્રે પ્રીતિ સચિન શર્માને મળી હતી. ત્યાં પ્રીતિએ લગ્નની વાત કરી હતી. પરંતુ સચિને નોકરી મળ્યા બાદ લગ્નની વાત કરી હતી.
આ બાબતને લઈને પ્રીતિ અને સચિન વચ્ચે ભારે બોલાચાલી થઈ ગઈ હતી. ત્યારબાદ પ્રીતિએ સચિનના સરકારી ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈને પોતાનો જીવ ટૂંકાવી લીધો હતો. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર સચિન પહેલા તેના મિત્રોને પણ સાથે લગ્નના નામે છેતરપિંડી કરી હતી. પ્રીતિ એક ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી.
પ્રીતિ અને સચિનનું અફેર છેલ્લા બે વર્ષથી ચાલતું હતું. સચિન શર્મા અગાઉ SFમાં નોકરી કરતો હતો. ત્યારબાદ તેની નોકરી રેલવે માસ્ટરની પોસ્ટ પર થઈ હતી. અહીં સચિનને એક સરકારી ક્વાર્ટર મળ્યું હતું. મળતી માહિતી અનુસાર સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
પોલીસને ઘટનાસ્થળેથી કોઈપણ પ્રકારની સુસાઇડ નોટ મળી આવી નથી. આ ઘટના બન્યા બાદ યુવતીના પરિવારજનોને ઘટનાસ્થળે બોલાવી લેવામાં આવ્યા હતા. સચિન અને રીતી વચ્ચે છેલ્લા બે વર્ષથી પ્રેમસંબંધ ચાલી રહ્યો હતો. બંનેએ લગ્ન કરવાનું પણ મન બનાવી લીધું હતું.
પરંતુ ગુરૂવારના રોજ રાત્રે સચિને પોતાનું મન બદલી લીધું હતું જેના કારણે પ્રીતિએ આ પગલું ભરી લીધું. મળતી માહિતી અનુસાર બંને વચ્ચે માથાકૂટ થયા બાદ સચિન પોતાના રૂમમાંથી બહાર આવી ગયો હતો અને થોડેક દૂર જતો રહ્યો હતો. ત્યારે પતિએ તેને બોલાવ્યો અને ફરી એક વખત લગ્ન માટે પૂછ્યું હતું.
જ્યારે સચિને ચોખ્ખા શબ્દોમાં લગ્ન કરવાની ના પાડી દીધી હતી. ત્યારે પ્રીતિએ ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે તો હું આ દુનિયા છોડીને જઇ રહી છે. ત્યાર બાદ સચિન ફરી થી રૂમ પર આવ્યો ત્યારે ઘરમાં પ્રીતિનું મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યું હતું. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment