જીવન જીવવું બધા માટે સરળ નથી હોતું કેટલાક લોકોને એક ટાઇમનું જમવા માટે પણ ફાફા પડતાં હોય છે.એવામાં જીવન જીવવા માટે નાની-મોટી દરેક મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે. આ દુનિયામાં જન્મ લીધેલ દરેક વ્યક્તિઓને પોતાનું જીવન જીવવા માટે સંઘર્ષઓ કરવા જ પડે છે.
આપણે સૌ જાણીએ છીએ કે જીવન જીવવા માટેના બે પાસા હોય છે સુખ અને દુઃખ. આજે આપણે એક એવી મહિલા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેઓ નું કામ થોડા સમય પહેલાં જ તેમનો ધંધો બંધ થઈ ચૂક્યો. જેનાથી એ પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી બની ગઈ છે.
એ મહિલાનું નામ હીનાબેન છે અને તેમને એક દિકરી છે એ બંને આણંદમાં રહે છે તેઓ બંને પહેલા મુંબઈ રહેતા હતા. હીનાબેન એક એવી મહિલા છે કે જે આખો દિવસ કામ પર જઈને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહી છે. એટલું જ નહીં પરંતુ રાત-દિવસ એક કરીને પોતાના દીકરીને પણ ભણાવી રહ્યા છે.
હીનાબેનની આર્થિક પરિસ્થિતી એટલી નબળી બની ગઈ છે કે તેની દીકરીને તેઓ સારી રીતે ભણાવી પણ શકતા નથી છતાં પણ હીનાબેન હાર માનતા નથી. વાત કરીશું તો હીનાબેનનો પગાર ઓછો હોવાથી તે તેમની દીકરી ની ફી પણ ભરી શકતા નથી. આટલી બધી મજબૂરી હોવાથી તેઓ રાત-દિવસ એક કરીને પોતાની રીતે મહેનત કરે છે અને તેની દીકરી ને આગળ ભણાવવા માટે કોશિશ કરે છે.
હીનાબેન એક મોટી કંપનીમાં રોટલી બનાવીને મોકલવાનો ધંધો કરી રહ્યા છે. જેમાં 25 જેટલી મહિલાઓ કામ કરતી હતી. તેમાંથી કોરોના ને લીધે તેમનું કામ બધું જ અટવાઈ ગયું હતું તેના લીધે માથા પર ખૂબ જ મોટી સમસ્યા આવી પડી હતી. આ પરિવાર પહેલા જન્મથી જ મુંબઈમાં રહેતા હતા.
પરંતુ કોરોના કાળ દરમ્યાન બધું જ બંધ થઈ જવાની હોવાથી બધા જ લોકોની આર્થિક પરિસ્થિતિ બગડી હતી. તેમાંના એક આ હીનાબેન કે જેમની જિંદગી સાવ વધારા જેવી થઇ ગઇ હતી. જેટલું કમાય તેના કરતાં તો ખર્ચો વધારે છે. તેઓમાં હીનાબેન રાત-દિવસ એક કરીને મહેનત કરી જીવન જીવી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment