રસ્તા પર બાઈક ચાલક અને સ્કોર્પિયો ચાલક વચ્ચે થઈ ભારે માથાકૂટ, ત્યારબાદ સ્કોર્પિયો ચાલકે બાઈક ચાલક સાથે કર્યું એવું કે – જુઓ હચમચાવી દેનારો વીડિયો…

હાલમાં સોશિયલ મીડિયામાં એક હિટ એન્ડ રનની ઘટનાનો વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો દેશની રાજધાની દિલ્હીમાં સામે આવ્યો છે. જેમાં એક સ્કોર્પિયો ચાલક સ્પીડ વધારીને એક બાઈક ચાલકને જાણી જોઈને ટક્કર લગાવે છે અને ત્યાંથી ફરાર થઈ જાય છે. આ ઘટનામાં બાઈકચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક ચાલક ફંગોળાઈને ડિવાઈડર સાથે અથડાયો હતો.

આ ઘટનામાં સદનસીબે બાઇકચાલકનો જીવ બચી ગયો હતો. મળતી માહિતી અનુસાર અર્જનગઢ મેટ્રો સ્ટેશન પાસે કેટલાક બાઈક સવારને એક સ્કોર્પિયો કાર ચાલક સાથે કોઈ બાબતને લઇને બોલાચાલી થઈ ગઈ હતી. બોલાચાલી એટલી વધી ગઈ કે ગુસ્સામાં આવીને સ્કોર્પિયો કાર ચાલકે એક બાઈક ચાલકને જબરદસ્ત ટક્કર લગાવી હતી.

આ સમગ્ર ઘટનાને લઇને ઈજાગ્રસ્ત થયેલા બાઈકચાલકે સ્કોર્પિયો કાર ચાલક સામે રેશ ડ્રાઇવિંગ અને હિટ એન્ડ રનનો કેસ નોંધ્યો છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને દિલ્હી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટનાનો વિડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો રવિવારનો હોય તેવું કહેવામાં આવી રહ્યું છે.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, સ્કોર્પિયો કારમાં બેઠેલા કેટલાક લોકો બાઈકર્સ ધમકાવતા દેખાઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર કોઈ બાબતને લઈને બંને વચ્ચે ભારે બોલાચાલી થઈ ગઈ હતી. આ દરમિયાન એક બાઇક ચાલક સ્કોર્પિયો કારની આગળ પોતાની બાઇક કાઢે છે.

આ દરમિયાન ગુસ્સામાં આવીને સ્કોર્પિયો કારચાલક આગળ જઈ રહેલા બાઇકચાલકને જબરદસ્ત ચક્કર લગાવે છે. ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ જાય છે. ટક્કર એટલી જોરદાર હતી તે બાઈક ચાલક યુવક ડિવાઈડર સાથે અથડાયો હતો. બાઈક ચાલક યુવકનું નામ શ્રેયાંશ હતું અને તેની ઉંમર 20 વર્ષની હતી.

તેના ગ્રૂપના એક સભ્ય અનુરાગ ઐયરે આ વીડિયો શેર કર્યો અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ટેગ કરીને કાર ડ્રાઈવરને પકડવાની માંગ કરી હતી. આ ઉપરાંત તેણે લખ્યું હતું કે, અમે આવી દુર્ઘટનાઓ માટે તમને હોટ અને ટેક્સ આપતા નથી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને દિલ્હી પોલીસે હિતેન્દ્ર નો કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*