માતાએ પોતાના દીકરા અને દીકરીનો જીવ લઈ લીધો, ત્યારબાદ દીકરીના મૃતદેહ સાથે કર્યું એવું કે… જાણો શા માટે મહિલાએ આ પગલું ભર્યું હશે…

Published on: 4:29 pm, Tue, 7 June 22

થોડાક દિવસો પહેલા બનેલી એક કાળજુ કંપાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો. મહારાષ્ટ્રમાં એક મહિલાએ પોતાના બે બાળકોનું જીવ લઈ લીધો છે. પતિએ મહિલાને પિતાના ઘરે જવાનીના પાડી હતી. તેના કારણે ગુસ્સામાં આવીને પતિએ પોતાના 2 વર્ષના દીકરા અને 4 મહિનાનો જીવ લઈ લીધો હતો. ત્યાર બાદ મહિલાએ પોતાની માતાને ભાઈની મદદ લઈને બંને બાળકોના ગુપ્તરીતે અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા.

આ ઘટનાના કારણે ચારેય બાજુ ભારે અફરાતફરી મચી ગઇ હતી. આ ઘટના મહારાષ્ટ્રનાં નાંદેડ જિલ્લાના પાંડુરાના ખાતે બની હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે સમગ્ર ઘટનાને લઇને મૃતક બાળકોની નિર્દયી માતા સાથે તેના ભાઈ અને તેની માતાની ધરપકડ કરી છે. આરોપી મહિલાની ઉંમર 30 વર્ષની છે. આ કાળજુ કંપાવી દેનારી ઘટના 31 મેના રોજ રાત્રે લગભગ 10 વાગ્યાની આસપાસ બની હતી. આ ઘટના બની ત્યારે પરિવારના તમામ સભ્યો સુતા હતા.

આ દિવસે દિવસ દરમિયાન મહિલાએ પોતાના પિતાના ઘરે જવાની વાત કરી હતી. આ દરમિયાન મહિલાના પતિએ તેને ત્યાં જવાની મનાઈ કરી દીધી હતી. આ વાતને લઇને મહિલા ખૂબ જ ગુસ્સામાં ભરાઈ હતી. જ્યારે રાત્રે પરિવારના તમામ સભ્યો સુઈ ગયા. ત્યારબાદ મહિલા પોતાના બંને બાળકો સાથે રાત્રે કોઈને ખબર ન પડે તેમ પોતાના પિતાને ઘરે જવા માટે નીકળી હતી.

આ દરમિયાન ચાર મહિનાની બાળકી રડવા લાગી હતી. ત્યારે મહિલાએ વિચાર્યું કે, તેના પતિ ઉઠશે તો તેની ધોલાઈ કરશે. ત્યારબાદ મહિલા ઘરની બહાર ગઈ અને ચાર મહિનાની માસૂમ બાળકીનું ગળું દબાવીને તેનો જીવ લઇ લીધો. ત્યારબાદ ગામની બહાર એક પુલ પાસે બાળકીના મૃતદેહને જમીનમાં દાટી દીધું હતું. ત્યારબાદ 1 જૂનના રોજ સવારે 8 થી 9 વાગ્યાની વચ્ચે મહિલા તેના બે વર્ષના બાળક સાથે એક ગામની નજીક પહોંચી હતી.

સવારે જ્યારે પતિએ પોતાની પત્નીને ઘરે ન જોઈએ તેથી પતિ પોતાની પત્નીને શોધવા માટે બહાર નીકળી ગયો. ત્યારે રસ્તામાં એક શેરડીના ખેતરમાં પતિએ પોતાની પત્ની અને બાળકને જોયા હતા. આ દરમિયાન મહિલા પોતાના પતિને જોઈને બાળક સાથે ભાગીને શેરડીના ખેતરમાં સંતાઈ જાય છે. પતિ શેરડીના ખેતરમાં મહિલાને શોધતા હોય છે ત્યારે તેના બાળક નો અવાજ સંભળાય છે.

થોડીકવાર પછી જ્યારે પતિ ઘટનાસ્થળે પહોંચે છે ત્યારે ત્યાં બાળકનો મૃતદેહ મળી આવે છે. ત્યારબાદ મહિલા પોતાના પિતાના ઘરે પહોંચી ગઇ. ત્યાંથી તેને પોતાની ભાઈ અને માતાની મદદ લઈને જમીનમાં દાટેલી દીકરીના મૃતદેહને બહાર કાઢવા ઘટનાસ્થળે પહોંચી. ત્યારબાદ તે લોકોએ મળીને બાળકીના મૃતદેહને જમીનમાંથી બહાર કાઢ્યું હતું અને ત્યારબાદ તેના અંતિમ સંસ્કાર કરતા હતા.

આવું કરતા કેટલાક લોકોએ તેમને જોઈ લીધા હતા અને તેઓએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર ઘટનાને લઇને પોલીસે મહિલા તેના ભાઈ અને તેની માતાની ધરપકડ કરી હતી. પુછપરછ દરમ્યાન તેણે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. હાલમાં પોલીસે સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!