શુક્રવારના રોજ મળેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર ઈટાવામાં એક પરિણીત મહિલાનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો છે. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર પરિણીત મહિલાના મૃતદેહને સાસરિયાઓ હોસ્પિટલમાં મુકીને ભાગી ગયા હતા.
સમગ્ર ઘટનાને લઇને મૃત્યુ પામેલી મહિલાના ભાઈનો આરોપ છે કે, દહેજને લઈને બહેનો જીવ લેવામાં આવ્યો છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. શુક્રવારના રોજ નાગલા નૈનસુખ ગામમાં એક 22 વર્ષીય પરિણીત મહિલાનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું.
મળતી માહિતી અનુસાર મહિલાનો મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. ત્યાર બાદ મહિલાને જિલ્લાની હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં ડોક્ટરે મહિલાને મૃત જાહેર કરી હતી. ત્યાર બાદ હોસ્પિટલના સ્ટાફે આ ઘટનાની જાણ નજીકના પોલીસ સ્ટેશનમાં કરી હતી.
ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી મહિલાના પરિવારે, જમાઈ સહિત સાસરીયા ઉપર દહેજને લઈને લેવાનો આરોપ લગાવ્યો છે. હાલમાં પોલીસે મૃત્યુ પામેલી મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે.
આ સમગ્ર ઘટનાને લઇને પોલીસ ફરિયાદની રાહ જોઈ રહી છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી મહિલાનું નામ પૂજા યાદવ હતું. પૂજાના લગ્ન બે વર્ષ પહેલા થયા હતા. પૂજાને એક વર્ષનો દીકરો પણ છે. 1 જૂનના રોજ દીકરાનો જન્મદિવસ હતો.
ત્યારે શુક્રવારના રોજ ઉર્જાનું મૃતદેહ શંકાસ્પદ સંજોગોમાં ઘરેથી ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યું હતું. મળતી માહિતી અનુસાર સવારે સંબંધીઓ પૂજાને ત્યાંથી નીચે ઉતારીને હોસ્પિટલ લઇ ગયા હતા. ત્યાં હાજર ડોક્ટરે પૂજાને મૃત જાહેર કરી હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઇને પોલીસ કાર્યવાહી કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment