કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરના દીકરાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું – જાણો શું છે સમગ્ર ઘટના…

ગુજરાત સહિત સમગ્ર દેશમાં જીવન ટૂંકાવવાની ઘટનાઓ વધી ગઈ છે. ત્યારે ધોલપુરના કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારના ભામતિપુર વિસ્તારમાં પૂર્વ કાઉન્સિલરના દિકરાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. અને યુવકના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, યુવકે માનસિક તણાવમાં આવીને આ પગલું ભર્યું હશે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ યુવકના મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ ઉપરાંત ચારેય બાજુ માતમ છવાઇ ગયો હતો.

યુવકે કયા કારણોસર પોતાનું જીવન ટુંકાવ્યું તેનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. મળતી માહિતી અનુસાર 28 વર્ષીય પ્રવીણ નામના યુવકે ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું. પ્રવીણ કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરનો દીકરો હતો. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો પ્રવીણ શેરડીના રસની દુકાન ચલાવતો હતો.

રવિવારના રોજ સાંજે પ્રવીણ દુકાન બંધ કરીને ઘરે આવ્યો હતો. ત્યારબાદ પ્રવીણ પોતાના પરિવાર સાથે બેસીને જમ્યો હતો. ત્યારબાદ પ્રવીણ પોતાની રૂમને બંધ કરીને ધાબા પર આંટો મારવા ગયો હતો. રાત્રિના બે વાગી ગયા છતાં પણ પ્રવીણ ધાબા પરથી નીચે ન આવ્યો, તેથી પ્રવીણના પરિવારના લોકો ધાબા પર તપાસ કરવા ગયા હતા.

અત્યારે ત્યાં પ્રવીણ ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. આ ઘટના બન્યા બાદ ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*