ગુજરાત રાજ્યની મહિલાઓ હવે સુરક્ષિત રહી નથી. ગુજરાત રાજ્યમાં એક તરફ મહિલા સશક્તિકરણની વાતો થઇ રહી છે. ત્યારે બીજી બાજુ મહિલા સાથે ન થવાનું થઈ રહ્યું છે. મહિલા સાથે બનેલી અમુક એવી ઘટનાઓ સામે આવે છે જે સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો. ત્યારે હાલમાં ઉનામાંથી મહિલા શિક્ષિકા સાથે બનેલી ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જે જોઈને તમારા પર રુવાડા ઉભા થઇ જશે.
ઉનામાં એક યુવક દ્વારા મહિલા શિક્ષિકા પર પ્રહાર કરવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એકલતાનો લાભ ઉઠાવીને એક યુવક મહિલા શિક્ષિકાના ઘરમાં ઘૂસી ગયો હતો. ત્યારબાદ મહિલા શિક્ષિકા પર પ્રહાર કરીને તેનો જીવ લેવાના પ્રયાસ કર્યા હતા.
આ ઘટના ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના ઉનાની ગાયત્રી પાર્ક સોસાયટીમાં રહેતી મહિલા શિક્ષિકા સાથે બની હતી. મળતી માહિતી અનુસાર જ્યારે મહિલા શિક્ષિકા ઘરે એકલી હતી. ત્યારે એક યુવક મહિલા શિક્ષિકાનો એકલતાનો લાભ ઉઠાવીને ઘરમાં ઘૂસી ગયો હતો.
ઘરમાં ઘુસીને યુવકોને મહિલા શિક્ષિકાનો જીવ લેવાનો પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી અનુસાર ઉનાના સિલોજ ગામે શિક્ષિકા તરીકે ફરજ બજાવતા ભારતીબેન સરવૈયા પર કોડીનારના દિલીપ કાળું ટાંક નામના યુવકે પ્રહાર કર્યા હતા. મળતી માહિતી અનુસાર જ્યારે ભારતીબેન ઘરે એકલા હતા.
ત્યારે દિલીપ કાળુ ઘરમાં ઘૂસી આવ્યો હતો અને ભારતીબેનનો જીવ લેવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટના બન્યા બાદ મહિલા શિક્ષિકાએ દિલીપ કાળુ સામે ચેક રીટન અને સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી મુજબ દિલીપ કાળુ અદાવત રાખીને ભારતીબેન સરવૈયાના ઘરમાં ઘૂસી ગયો હતો.
ઘરમાં ઘૂસીને ભારતીબેન પર પ્રહાર કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટના ભારતીબેનના ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી ફુટેજમાં તમે જોઈ શકો છો કે, ભારતીબેન સરવૈયા ઘરમાં એકલા બેઠા છે. ત્યારે અચાનક ત્યાં એક વ્યક્તિ ઘરમાં ઘૂસી આવે છે અને ભારતીબેન સાથે બોલાચાલી કરે છે.
ઉનામાં એક યુવકે એકલતાનો લાભ ઉઠાવીને મહિલા શિક્ષિકાના ઘરમાં ઘૂસીને કર્યું એવું કે – વિડીયો જોઈને તમારા પર રુવાડા ઉભા થઇ જશે… pic.twitter.com/MjQQpb9N7D
— GUJJU ROCKZ (@gujju_rockz) May 30, 2022
ત્યારબાદ તે અચાનક ભારતીબેન પર પ્રહાર કરવાનો પ્રયાસ કરે છે. મળતી માહિતી અનુસાર દિલીપ કાળુંએ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ભારતીબેન પર પ્રહાર કર્યા હતા. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે મહિલા શિક્ષિકાને ફરિયાદના આધારે કોડીનારના દિલીપ કાળુ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment