ધંધુકાના કિશન ભરવાડના કેસને લઈને આવ્યા મોટા સમાચાર, કિશન ભરવાડનો જીવ લેનાર આરોપીને લઈને કોર્ટે કરી મોટી કાર્યવાહી – જાણો વિગતે

Published on: 2:47 pm, Mon, 30 May 22

આપણે સૌ એક ઘટનાથી પરિચિત છીએ કે જે ગુજરાતની અંદર થોડા સમય પહેલાં બની હતી કે જેમાં 25 જાન્યુઆરીના રોજ ધંધુકાની અંદર એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. આ ઘટનામાં એક યુવક પર પિસ્તોલ વડે પ્રહાર કરીને ધોળા દિવસે ધંધુકાના રસ્તા પર તેનો જીવ લઈ લેવામાં આવ્યો હતો.  જેના સમગ્ર ગુજરાતમાં પડઘા પડી રહ્યા હતા.

આ ઘટના 25 જાન્યુઆરી બની હતી, જેમાં કિશન ભરવાડ નામના યુવકની ધોળા દિવસે રસ્તા પર જ જીવ લઈ લેવામાં આવ્યો હતો. જેને લઇને હજુ પણ કિશન ભરવાડ ના ન્યાય માટેની માંગણીઓ ચાલી રહી છે. ત્યારે જણાવીશું તો મૃત્યુ પહેલા કિશન ભરવાડ દ્વારા શિક્ષણ મીડિયા પ્લેટફોર્મ ઉપર એક વિવાદિત પોસ્ટ મૂકવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ તે પોસ્ટ બનાવી ત્યારબાદ બીજી પોસ્ટ જેમાં તેણે માફી પણ માંગી લીધી હતી.

પરંતુ એવા અમુક અસામાજિક તત્વો દ્વારા કિશન ભરવાડની માફીથી પણ સંતોષ ન થયો હોય અને સીધો કિશન ભરવાડ પર ક પિસ્તોલ વડે પ્રહાર કરીને કિશન ભરવાડનો જીવ લઈ લીધો હતો, ત્યારે સમગ્ર ઘટના વાયુવેગે સમગ્ર ગુજરાતમાં પ્રસરી હતી. એ ઘટનાને લઇને હજુ પણ વિવાદ ચાલી રહ્યા છે. આ સમગ્ર ઘટનાને લઇને પોલીસ દ્વારા વધુ ને વધુ જાણકારી મેળવવામાં આવી રહી છે.

ત્યારે એ આરોપીની શોધખોળ પણ શરૂ કરવામાં આવી રહી છે, ત્યારે આ આરોપીની અંદર સંડોવાયેલા દરેક લોકોની ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલી નાખ્યા હતા. પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે આ મામલાની પાછળ રહેલા એ દરેક આરોપીઓને ઝડપી પાડી તેને જેલના સળિયા ગણતાં કરી દીધા હતા.

હજુ પણ પોલીસ દ્વારા આ ઘટનાને લઇને સમગ્ર માહિતી મેળવવામાં આવી રહી છે, ત્યારે આ ઘટનાની અંદર દિલ્હીના મોલાનાની પણ સંતવાણી સામે આવી હતી અને તેને તરત જ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો.એવામાં જ આજની તારીખે કિશન ભરવાડના કેસ મામલે એક નવી અપડેટ સામે આવી રહી છે.

જેમાં કિશન હત્યા કેસમાં આરોપી કે જે સૌથી વધુ જેલની અંદર બંધ છે એ આરોપી કમરગની ઉસ્માની ના વકીલે કોર્ટની અંદર આરોપીના જામીન માંગ્યા હતા. જામીનની અરજીને લઈને અમદાવાદ ગ્રામ્ય કોર્ટની અંદર ગુજસિટકોની ખાસ અદાલત દ્વારા ફગાવી દેવામાં આવી હતી.

ત્યારે આ કેસમાં આરોપીના અરજદારના વકીલ દ્વારા કોટની અંદર જામીન માટેની અનેક રજૂઆત કરવામાં આવી હતી. અત્યારે એ આરોપીના વકીલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આરોપી ને ભાગી જવાની કોઈ પણ પ્રકારની સંભાવના નથી છતાં પણ અરજીને માન્ય રાખીને જામીન અરજીને ફગાવી દેવામાં આવી હતી. આવી રજૂઆત સાથે હજુ પણ કિશન ભરવાડના કેસ મામલે અનેક અપડેટ આવી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ધંધુકાના કિશન ભરવાડના કેસને લઈને આવ્યા મોટા સમાચાર, કિશન ભરવાડનો જીવ લેનાર આરોપીને લઈને કોર્ટે કરી મોટી કાર્યવાહી – જાણો વિગતે"

Leave a comment

Your email address will not be published.


*