આપણે સૌ એ ઘટનાથી પરિચિત છીએ જે સુરતની અંદર થોડા વર્ષો પહેલા બનેલી એ તક્ષશિલા અગ્નિકાંડની ઘટના કે જેના પડઘા આજદિન સુધી સંભળાઈ રહ્યા છે. એ ઘટના એટલી દયનીય બની હતી કે આજના સમયમાં પણ જ્યારે તે બિલ્ડીંગની પાસેથી નીકળી એ તો આપણું હૈયું કાપી જાય છે. તેવામાં આ તક્ષશિલા અગ્નિકાંડની અંદર પોતાના જીવને જોખમમાં મૂકીને 15થી વધારે બાળકોને મૃત્યુના મુખમાંથી સહી-સલામત બહાર લાવનાર અને છેવટે પોતે આગથી બચવા માટે ચોથા માળેથી કૂદકો લગાવનાર હીરો કે જેનું નામ જતીન નાકરાણી.
આપણે એ જતીન નાકરાણી વિશે વાત કરીશું તો તક્ષશિલા અગ્નિ કાંડ બન્યાની ત્રણ વર્ષ થઈ ગયાં પરંતુ તેમને માથામાં થયેલી ભારે ગંભીર ઈજાઓને પગલે હજુ પણ તેઓ સાજા થયા નથી. એટલું જ નહીં પરંતુ જતીન નાકરાણી તે સમયે કોમામાં સરી પડ્યા હતા. ત્યારબાદ તેમણે લકવાગ્રસ્ત બન્યા અને ધીમે ધીમે માનસિક નબળાઈ પણ આવી ગઈ.
ત્યારે છતાં જતીન નાકરાણી પોતાના પિતાનો એકનો એક દીકરો કે તેની સારવારની સાથે સાથે પરિવારની જવાબદારી નિવૃત્તિ ઉપર આવી ગઈ છે ત્યારે સલામ છે એવા રીયલ હીરો ને. ત્યારે વાત કરીએ તો જતીન નાકરાણીની પાછળ 40 લાખ રૂપિયાનો સારવાર માટેનો ખર્ચ કર્યો છતાંય મગજનું એક ઓપરેશન કરવાનો બાકી છે.
એટલું જ નહીં જ્યારે જતીન સાજો હતો ત્યારે પોતાના ધંધા માટે લીધેલી લોનનાં લીધે પરિવારને માથે રહેલી છત પણ છીનવાઇ ગઇ હતી અને તેનો ડર તેમને સતાવી રહ્યો હતો. અગ્નિકાંડની અંદર લોકોની મદદ માટે ખડેપગે રહીને જતીને મદદ કરી હતી ત્યારે જતીન નાકરાણી આર્થિક કટોકટીમાં ઘેરાયેલા છે. જતીનના પિતાએ સરકારની પાસેથી ન્યાયની માંગણી કરી અને દાનવીર સમક્ષ મદદ માટે હાથ પણ ન આવ્યો છે.
જે અત્યંત દયાજનક વાત કહેવાય એવામાં જતીન નાકરાણી વિશે વાત કરીશું તો મૂળ અમરેલી જિલ્લાની અંદર આવેલા સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામનો વતની કે જે હાલ સુરતની અંદર આવેલા લસકાણા વિસ્તારની અંદર રહે છે. એટલું જ નહીં તક્ષશિલા આર્કેડ ની અંદર બીજા માળે ફેશન ડિઝાઈનર નો વેપાર શરૂ કરવા તેણે પોતાના ઘર ઉપર 35 લાખ રૂપિયાની મોર્ગેજ લોન પણ લીધી હતી.
હજુ તો ધીમે ધીમે એ ધંધો સેટ કરી રહ્યો હતો તેવામાં જ 24મીના રોજ એક દુર્ઘટના બની. તારીખ 24 મે 2019 માં તક્ષશિલા અગ્નિકાંડની અંદર તેની દુકાન આખી સ્વાહા થઇ ગઇ હતી. અને પરિવારના આધારસ્થંભ જતીન છેલ્લા ઘણા વર્ષોથી પથારીવશ પણ છે તેથી તેના લોનના હપતા પણ હજુ ભરાયા નથી.
બેંકના અધિકારીઓ દ્વારા ઘરને સીલ મારી દીધું હતું અને તેમનો પરિવાર રસ્તા ઉપર આવી ગયો હતો. પરંતુ અમુક એવા ઉચ્ચ નેતાઓએ મધ્યસ્થી કરતા 24 કલાક પછી બેંક દ્રારા સીલ ખોલી આપવામાં આવ્યું હતું. ત્યારે આટલી બધી મુશ્કેલીઓ વેઠી એવામાં જતીન નાકરાણીના પિતા ભરતભાઈ નિવૃતિની ઉંમર માં પણ પોતાના પરિવાર માટે કાર્યક્ષમ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment