એક પ્રેમિકાએ પોતાના પ્રેમીને ઝેરી દવા આપીને તેનો જીવ લઇ લીધો, પ્રેમીએ મૃત્યુ પહેલા એક વિડીયો બનાવ્યો અને તેમાં કહી રહ્યો છે કે…

Published on: 10:19 am, Wed, 25 May 22

હાલમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પહેલા એક વીડિયો જાહેર કરીને એક યુવકે પોતાની ગર્લફ્રેન્ડ, ગર્લફ્રેન્ડ ના ભાઈ અને મિત્રો ઉપર તેનો જીવ લેવાનો આરોપ લગાવ્યો હતો. આ ઘટના બન્યા બાદ યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાં સારવાર દરમિયાન મંગળવારના રોજ રાત્રે તેનું કરૂણ મૃત્યુ થયું હતું.

ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના ગ્રેટર નોઇડામાં બની હતી. મૃત્યુ પામેલા યુવકનું નામ ગૌરવ હતું. ગૌરવ દનકૌર પોલીસ સ્ટેશન વિસ્તારની એક યુવતીને પ્રેમ કરતો હતો. મળતી માહિતી અનુસાર 23 મેના રોજ ગૌરવની ગર્લફ્રેન્ડે તેને ફોન કરીને દાદરી મળવા બોલાવ્યો હતો.

મળતી માહિતી અનુસાર ત્યાં બંને વચ્ચે ભારે માથાકૂટ થઇ ગઇ હતી. માથાકૂટ દરમિયાન યુવતીએ ગૌરવને પરાણે કંઈક વસ્તુ ખવડાવી દીધી હતી. ત્યારબાદ ગૌરવ બેભાન થઈ ગયો હતો. ત્યાર બાદ યુવતીના માસીનો છોકરો ત્યાં આવ્યો અને તેને ગૌરવની ધુલાઈ કરી હતી. આ ઘટના બન્યા બાદ ગૌરવને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર પરિવારજનોએ ગૌરવ સાથે બનેલી ઘટનાનો એક વીડિયો બનાવ્યો હતો.

ગૌરવ પોતાના સાથે બનેલી ઘટનાનું વર્ણન કરતાં કહે છે કે, છોકરી બોકરી ગામમાં તેના માસીના ઘરે આવી હતી. ત્યારે છોકરી એ મને મળવા માટે ફોન કરીને બોલાવ્યો હતો. હું જ્યારે ત્યાં ગયો ત્યારે તેને નાટક શરૂ કર્યા હતા. ત્યારબાદ મારો ફોન તોડી નાખ્યો અને પૈસા પણ ફાડી નાખ્યા હતા.

તે પોતાની સાથે કાંઈક ખાવાનું લાવી હતી. તેને પરાણે મને તે ખાવાનું ખવડાવી દીધું હતું. જેના કારણે હું બેહોશ થવા લાગ્યો હતો. થોડીકવાર બાદ યુવતીના માસીનો છોકરો ત્યાં આવે છે. તેની સાથે બીજા કેટલાક છોકરાઓ પણ ત્યાં આવે છે અને મારી ધુલાઈ કરે છે. ત્યારબાદ હું ત્યાંથી ગમે તેમ કરીને ભાગી ગયો હતો.

મળતી માહિતી અનુસાર ત્યારબાદ ગૌરવની સારવાર ચાલતી હતી અને મંગળવારના રોજ સારવાર દરમિયાન ગૌરવનું કરુણ મૃત્યુ નીપજયું હતું. સમગ્ર ઘટનાને લઇને પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "એક પ્રેમિકાએ પોતાના પ્રેમીને ઝેરી દવા આપીને તેનો જીવ લઇ લીધો, પ્રેમીએ મૃત્યુ પહેલા એક વિડીયો બનાવ્યો અને તેમાં કહી રહ્યો છે કે…"

Leave a comment

Your email address will not be published.


*