નોકરી પૂર્ણ કરીને બાઈક પર સિહોર જઈ રહેલા બે યુવકોને ઘાંઘળી રોડ પર નડ્યો અકસ્માત, એક યુવકનું કરુણ મૃત્યુ…

Published on: 10:37 am, Wed, 25 May 22

ગુજરાત રાજ્યમાં અકસ્માતના બનાવ ખૂબ જ વધી ગયા છે. ત્યારે સિહોર પંથકમાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર સિહોરમાં જીઆઇડીસી નંબર 2 પાસે ઘાંઘળી રોડ ઉપર GJ 33 C 7004 નંબરની બાઈક અને GJ 04 CF 0849 નંબરની ક્રેન વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતની ઘટનામાં બાઇક ચાલક યુવકનું કરુણ મૃત્યુ નીપજયું હતું. મળતી માહિતી અનુસાર બાઇકચાલક બોટાદનો રહેવાસી હતો અને તેની ઉંમર આશરે 23 વર્ષની હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલા બાઈકચાલકનું નામ હિરેનભાઈ ચૌહાણ હતું.

અકસ્માતની ઘટના બન્યા બાદ સિહોર પોલીસ અને નગર પાલિકાનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી આવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે હિરેનભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અકસ્માતની ઘટના બની ત્યારે હિરેન સાથે તેનો મિત્ર પણ હતો. આ ઘટનામાં હિરેનનો મિત્ર ઈજાગ્રસ્ત થયો હતો તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર હિરેન બોટાદના પાળીયાદ રોડ પર આવેલી પ્રમુખસ્વામી હેલ્થ કેરમાં નાઇટ શિફ્ટમાં સ્ટાફ નર્સ તરીકે કામ કરતો હતો.

આજરોજ તે નોકરી પૂર્ણ કરીને પોતાના મિત્ર સાથે સિહોર આવી રહ્યો હતો. ત્યારે રસ્તામાં ગૌરવની અકસ્માત નડયો હતો. અકસ્માતમાં ગૌરવનું મૃત્યુ થયું હતું. ગૌરવનું મૃત્યુ થતાં જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "નોકરી પૂર્ણ કરીને બાઈક પર સિહોર જઈ રહેલા બે યુવકોને ઘાંઘળી રોડ પર નડ્યો અકસ્માત, એક યુવકનું કરુણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*