આની સળી ના હોય! આ વ્યક્તિ પાંજરામાં બંધ સિંહની સળી કરી રહ્યો હતો, ત્યારે સિંહે તેની સાથે કર્યું એવું કે – જુઓ વિડિયો

આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છે તેનાથી સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ જશો ત્યારે તમે પણ આ વિડિયો જોઈ શકો છો.જેમાં પ્રાણી સંગ્રહાલયમાં વ્યક્તિને હાથ એકાએક સિંહના પાંજરા પર મૂકાયો અને સિંહ તરત જ હાથ પર બચકું ભરી લીધું. આ ક્ષણ એકદમ આઘાત જનક ગણી શકાય. આ ઘટના જૈમૈકાના સેન્ટ એલિઝાબેથ માં સાન્ટાક્રુઝ નજીકના પ્રાણીસંગ્રહાલયમાં બન્યો.

જ્યાં 20ના રોજ સાંજે લગભગ 4:22 વાગ્યાની આસપાસ આ ઘટના કેમેરામાં કેદ થઈ હતી. ત્યારે વાત કરીએ તો જ્યારે આ ઘટના ઘટી ત્યારે 15 જેટલા લોકો તો આસપાસ હજુ પણ હતા અને આ દ્રશ્ય જોઈને શોક થઈ ગયા હતા. જ્યારે આ વિડીયો જોવામાં આવ્યો ત્યારે આ વ્યક્તિ તેની મશ્કરી કરતો હોય તેવું નજરે પડયું હતું.

જેનાથી ઉશ્કેરાઇને યુવકના હાથ માં બચકું ભરી લીધું હોય. હાલ તો આ વીડિયો સોશિયલ મીડિયા ના માધ્યમ પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે ત્યારે વિડિયો તમે પણ જોઈ શકો છો જેમાં એક વ્યક્તિએ સિંહના પાંજરા પાસે જઈને તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.

તે દરમિયાન સિંહ ઉશ્કેરાઈને તેના જડબામાં તેનો હાથ જકડી લીધો હતો. એ વ્યક્તિએ પોતાનો હાથ છોડવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા છતાં હાથ છોડવા માટે તેના પગ નો પણ ઉપયોગ કરીને અને તેના ડાબા હાથથી તેના જમણા હાથને પકડીને ખેંચવાનો પ્રયાસ કરી રહ્યો છે.

છતાં તે પોતાની આંગળીને સિંહના જડબામાંથી છોડવા માટે અસમર્થ થયો અને તેની જમણી આંગળી કપાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે.એવામાં ત્યાં ઊભેલા એક સાક્ષીએ કહ્યું કે જ્યારે આ ઘટના બની ત્યારે મને લાગ્યું કે એ મજાક છે પરંતુ એ ગંભીરતામાં ફેરવાઈ ગયું અને આ શોમાં આવા દ્રશ્યો મુકવા એ તેમનું કામ છે.

જોકે નજરે જોનાર સાક્ષી કહ્યું કે જ્યારે તે વ્યક્તિ જમીન પર પડ્યો ત્યારે બધાને ખબર પડી ગઈ કે સાચી જ છીએ એ વ્યક્તિને બચકું ભર્યું છે અને આ ઘટના ગંભીરતામાં ફેરવાઇ ગઇ હતી. વધુમાં જણાવતા કહ્યું કે સોસાયટી ફોર ધ પ્રિવેન્શન ઓફ ટુ એનિમલ્સ ના મેનેજમેન્ટ ડિરેક્ટર પામેલા જણાવ્યું હતું કે આ સમગ્ર ઘટનાને લઇને તપાસ હાથ ધરવામાં આવશે અને આ ઘટના પાછળનું કારણ પણ જલ્દીથી જલ્દી જાણવામાં પણ આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*