રવિવારના રોજ બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર રવિવારના રોજ ચાર મિત્રો ગંગા નદીમાં નાહવા ઉતર્યા હતા. નાહતી વખતે ચારેય મિત્રો ઊંડા પાણીમાં ચાલ્યા ગયા હતા, આ કારણોસર તેઓ ડૂબવા લાગ્યા હતા. તેમાંથી બે મિત્ર ને સલામત રીતે નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
જ્યારે અન્ય બે મિત્રો નદીના ઊંડા પાણીમાં ચાલ્યા ગયા હતા, આ કારણોસર તેમના કરૂણ મૃત્યુ થયા હતા. મળતી માહિતી અનુસાર આ ઘટના બનતાં પરિવાર અને ગામના લોકોમાં માતમ છવાઇ ગયો હતો. આ ઘટના બદાઉનના અતાના ગંગાઘાટ પર રવિવારના રોજ બની હતી.
રવિવારના રોજ 21 વર્ષીય જયદેવ, 20 વર્ષીય ગુલશન, 21 વર્ષીય અને અભય ગંગા નદીમાં નાહવા માટે ગયા હતા. આ દરમિયાન ચારેય મિત્રો નાહતા નાહતા નદીના ઊંડા પાણીમાં ચાલ્યા ગયા હતા. જેના કારણે તેઓ ડૂબવા લાગ્યા. ડૂબવાના કારણે ચારેય મિત્રો જોરજોરથી બુમાબુમ કરવા લાગ્યા.
ચીસોનો અવાજ સાંભળીને આસપાસના લોકો ત્યાં પહોંચી આવ્યા અને નદીમાં ડૂબી રહેલા જયદેવ અને ગુલશનને માંડ માંડ બહાર કાઢ્યા. અભય અને શિવમને બચાવવાના ઘણા પ્રયત્ન કર્યા પરંતુ તેઓ બચી શક્યા નહીં. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે તરવૈયાઓની મદદથી નદીમાં અભય અને શિવના મૃતદેહની શોધખોળ શરૂ કરી હતી. લગભગ 3.30 કલાકની ભારે જહેમત બાદ બંનેના મૃતદેહને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતાં.
ત્યારબાદ પોલીસે મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યા હતા. આ ઘટના બનતા જ મૃતકના પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment