બે દિવસ પહેલાં બનેલી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક 10 વર્ષના માસૂમ બાળકનું મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યું હતું. સમગ્ર ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. મૃત્યુ પામેલા બાળકના પિતાએ તેના મોટાભાઇ પર બાળકના જીવ લેવાનો આરોપ લગાવ્યો છે.
આ ઘટનાની ઇટાવાથી સામે આવી રહી છે. મૃત્યુ પામેલા બાળકની માતા પિતાનું કહેવું છે કે, થોડાક વર્ષો પહેલા મારા મોટાભાઈના એકના એક દીકરાએ પોતાનો જીવ ટૂંકાવી લીધો હતો. ત્યારબાદ મારો મોટો ભાઈ મારા નાના દીકરાને દત્તક લેવા માંગતો હતો.
પરંતુ અમે દીકરો દેવાની ના પાડી હતી. તેથી મને મારા મોટાભાઈ શંકા છે. મળતી માહિતી અનુસાર શુક્રવારના રોજ બપોરે રણવીર સિંહ નામના ખેડૂતનો નાનો દીકરો યશકુમાર (10 વર્ષ) કોઈ કામ અર્થે ઘરેથી બહાર ગયો હતો. લાંબો સમય થઈ ગયો છતાં પણ યશકુમાર ઘરે ન પહોંચ્યો તેથી પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી.
આ દરમિયાન ગામના મનોજકુમાર નામના યુવકને યશકુમારનું મૃતદેહ ઝાડ સાથે લટકતી હાલતમાં જોવા મળ્યું હતું. આ ઘટના બન્યા બાદ ગામના લોકો અને મૃતક બાળકોના સંબંધીઓ ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા. બધાએ ભેગા મળીને યશકુમારને ઝાડ પરથી નીચે ઉતાર્યો.
આ ઘટનાની જાણ થતાં પોલીસ અને ફોરેન્સિક ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. બાળકના મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું હતું. બાળકનું મૃત્યુ કયા કારણોસર થયું છે તેની જાણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ થશે. મૃત્યુ પામેલો વ્યવસ્થા ધોરણ 7માં અભ્યાસ કરતો હતો.
તે બે ભાઈઓમાં નાનો હતો. મળતી માહિતી અનુસાર યશને દત્તક લેવાને લઈને યશના પિતા તેના મોટા પપ્પા વચ્ચે ઘણા વિવાદો થયા હતા. તેથી યશના પિતાનું કહેવું છે કે, તેના મોટાભાઇ યશનો જીવ લઈ લીધો છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment