હાલમાં રાજકોટમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં લવ મેરેજના 4 વર્ષ બાદ શંકાના આધારે પતિએ પોતાની પત્નીને ફિનાઈલ પીવડાવી દીધી છે અને ત્યાર બાદ પોતે પણ ફિનાઈલ પી લીધી હતી. આ ઘટના બનતા ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર આજીડેમ ચોકડી નજીક ગજેરા પાર્કમાં પેટ્રોલ પંપની પાછળ રહેતા યુવાને સવારે પોતાની પત્ની સાથે માથાકૂટ કરી હતી.
ત્યારબાદ આવેશમાં આવીને પતિએ ફીનાઇલ ગટગટાવી લીધી. ત્યાર બાદ પત્નીને પણ પરાણે ફીનાઇલ પીવડાવી દીધી. આ ઘટના બન્યા બાદ બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બંનેએ ચાર વર્ષ પહેલાં લવમેરેજ કર્યા હતા. સમગ્ર ઘટનાને લઇને પત્નીનો આક્ષેપ છે કે, પતિ સતત એના પર શંકા કરતો હતો અને તેની સાથે દરરોજ માથાકૂટ કરતો હતો.
ગઈકાલે પતિએ પત્નીની ધુલાઈ કરી હતી. ત્યારે આજરોજ સવારે પણ બંને વચ્ચે ખૂબ જ માથાકુટ થઇ હતી. ત્યારબાદ તેને ફિનાઈલ પી મને પણ પીવડાવી દીધી હતી. વધુમાં પત્નીએ જણાવ્યું કે, પતિ કહેતો હતો કે જો તું તારા માતા-પિતાના ઘરે જઈશ તો ગ્રીષ્મા તારી હાલત કરી નાખીશ.
છેલ્લા બે વર્ષથી બંને વચ્ચે ખૂબ જ માથાકૂટ થતી હતી. હાલમાં પતિ અને પત્ની બંનેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. આ ચોંકાવનારી ઘટના બનતા જ આજીડેમ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે બંનેના નિવેદનને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર પત્નીએ જણાવ્યું કે, બંનેએ ચાર વર્ષ પહેલા કોર્ટ મેરેજ કર્યા હતા. અમારે કોઈ પણ સંતાન નથી. મારા પતિ ચાર વર્ષથી ટ્રાફિક વોર્ડન નોકરી કરે છે. તે સતત મારા પર શંકા કરતા હતા. તેઓ જ્યારે નોકરી પર જાય ત્યારે ત્યાં હાજરી પુરાવીને તરત કે આવી જતા હતા.
મારે મારા માતા-પિતાના ઘરે જવું હોય તો પણ મને ના પાડતા હતા અને મારી સાથે માથાકૂટ કરતા હતા. ગઈકાલે મેં મારા માતા-પિતાના ઘરે જવાની વાત કરી ત્યારે મારી ધોલાઈ કરી હતી. મારા માતા-પિતા રણુજા મંદિર પાસે રહે છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment