ફરી એક વખત LPG ગેસ સિલિન્ડરના ભાવમાં થયો આટલા રૂપિયાનો વધારો – જાણો ગેસ સિલિન્ડરના નવા ભાવ…

દેશમાં દિવસેને દિવસે જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ આસમાને સપાટીએ પહોંચી રહ્યા છે. સતત ભાવ વધારાના કારણે સામાન્ય જનતાને ઘર ચલાવવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. ત્યારે આજરોજ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં 3.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 8 રૂપિયા પ્રતિ સિલિન્ડર નો વધારો કરવામાં આવ્યો છે.

ભાવ વધારા સાથે દેશમાં એલપીજી ગેસ સિલિન્ડરનો ભાવ 1005 રૂપિયા નજીક પહોંચી ગયો છે. હજુ પણ આગામી સમયમાં ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થઈ શકે તેવી શક્યતાઓ છે. મુંબઈ અને દિલ્હીમાં 14.2 કિલોના એલપીજી ગેસ સિલિન્ડરનો ભાવ 1003 રૂપિયા પહોંચી ગયો છે.

જ્યારે કોલકત્તામાં એલપીજી ગેસ સિલિન્ડરનો ભાવ 1028 રૂપિયા પ્રતિ સિલિન્ડર અને ચેન્નાઇમાં એલપીજી ગેસ સિલિન્ડરનો ભાવ 1018.5 રૂપિયા પ્રતિ સિલિન્ડર પહોંચી ગયો છે. જ્યારે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 8 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં 19 કિલોના એલપીજી ગેસ સિલિન્ડરનો ભાવ 2354 રૂપિયા પ્રતિ સિલિન્ડર નોંધાયો છે.

જ્યારે કોલકત્તામાં કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરનો ભાવ 2454 રૂપિયા પ્રતિ સિલિન્ડર નોંધાયો છે. મુંબઈમાં કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરનો ભાવ 2306 રૂપિયા પ્રતિ સિલિન્ડર નોંધાયો છે. ચેન્નઈમાં કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરનો ભાવ 2507 રૂપિયા પ્રતિ સિલિન્ડર નોંધાયો છે.

મળતી માહિતી અનુસાર ૭મીના રોજ ઇન્ડિયન ગેસ સિલિન્ડરના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. પરંતુ જ્યારે આજરોજ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 8 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હજુ પણ આગામી સમયમાં ઘરેલુ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થઈ શકે તેવી શક્યતાઓ છે. જો આ જ રીતે ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થતો રહ્યો તો સામાન્ય જનતાને ઘર ચલાવવું ખૂબ મુશ્કેલ બની જશે

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*