હાલમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર એક યુવતીના ઘરના આંગણા એક યુવકનો મૃતદેહ દટાયેલું મળી આવ્યું હતું. મળતી માહિતી અનુસાર આ મૃતદેહ યુવતીના પ્રેમીનું હતું. યુવક તેની પ્રેમિકાને મળવા આવ્યો હતો, ત્યારે પ્રેમિકાનો પતિ યુવકને જોઈ ગયો હતો.
ત્યાર બાદ યુવતીના પતિ પ્રેમીની જોરદાર ધોલાઇ કરી હતી. એટલું જ નહીં પરંતુ પ્રેમિકા એ પણ પોતાના પતિનો સાથ આપ્યો હતો. બંનેએ સાથે મળીને ઘરના આંગણામાં પ્રેમીને દફનાવી દીધો હતો. આ ઘટનાની જાણ થયા બાદ પોલીસે આરોપી પતિ પત્નીની ધરપકડ કરી લીધી છે. આ ઘટના હસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના મોહિઉદ્દીનપુર ગામની છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, 23 વર્ષીય શિવરથ કુમાર 14 મેથી ગુમ હતો.
શિવરથ કુમારની ગુમ થવાની ફરિયાદ પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. મળતી માહિતી અનુસાર પરિવારજનોએ જણાવ્યું કે, 14મી મેના રોજ બજારે જઉં છું તેમ કહીને શિવરથ કુમાર ઘરેથી નીકળી ગયો હતો. ત્યારબાદ મોડી સાંજ થઈ ગઈ છે, છતાં પણ તે પરત ન આવ્યો તેથી પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી.
જેને લઇને 17 મેના રોજ શિવરથ કુમારના મોટાભાઈ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે શિવરથ કુમારનું શોધખોળ શરૂ કરી હતી. જેના પગલે પોલીસે શિવરથ કુમારની મોબાઈલ લોકેશન અને કોલ ડીટેલ ચેક કરી હતી. જેમાં જાણવા મળ્યું કે, શિવરથ કુમારે 30 વર્ષીય રૌનક ખાતુનની 35 વર્ષીય પત્ની શાહજહાં સાથે ફોન પર વાત કરી હતી.
આટલું જ નહીં પરંતુ શિવરથ કુમારનું છેલ્લું લોકેશન રૌનક ખાતુનના ઘરે પહોંચ્યું હતું. ત્યારબાદ પોલીસે રૌનક ખાતુન અને તેની પત્ની શાહજહાંની ધરપકડ કરી હતી. ત્યારબાદ બન્નેને કડક પુછપરછ કરવામાં આવી ત્યારે બંનેએ પોતાનો ગુનો કબૂલ્યો હતો. ત્યારબાદ પોલીસે બંનેના ઘરના આંગણામાં ખોદકામ કર્યું ત્યારે તેમાંથી શિવરથ કુમારનું મૃતદેહ મળી આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર શિવરથ અને શાહજહાં વચ્ચે પ્રેમ સંબંધ હતા. આ વાતની જાણ પતિને થઈ ગઈ હતી. તેથી પતિ પોતાની પત્ની નજર રાખતો હતો. મળતી માહિતી અનુસાર 14 તારીખના રોજ શાહજહાંએ શિવરથને ઘરે મળવા બોલાવ્યો હતો. જ્યારે શિવરથ ઘરે પહોંચ્યો ત્યારે પતિ અને પત્નીએ ભેગા મળીને શિવરથનો જીવ લઇ લીધો. ત્યારબાદ તેને ઘરના આંગણામાં દફનાવી દીધો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment