સમગ્ર દેશમાં અકસ્માતના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે પાલી જિલ્લાના સુમેરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં બાંકલી ડેમ રોડ પર પુરપાટ ઝડપે જતી બસ સામેથી આવતા ટ્રેક્ટર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં ટ્રેકટરમાં સવાર એક મહિલાનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની ઘટના બુધવારના રોજ બની હતી. બસ સામેથી આવતા ટ્રેક્ટર સાથે અથડાતા 35 વર્ષીય વર્ષાદેવી નામની મહિલાનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું.
આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આસપાસના લોકો ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પુરપાટ ઝડપે જતી બસ ચાલકની બેદરકારીના કારણે અકસ્માતની ઘટના બની છે.
આ કારણોસર પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં વર્ષાદેવી દેવીનું મૃત્યુ થતાં પરિવાર અને ગામના લોકોમાં માતમ છવાઇ ગયો હતો. મૃત્યુ પામેલા વર્ષાદેવી બાંકલીના નિવાસી હતા.
હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બની ત્યારે ટ્રેક્ટર રોડની સાઈડમાં ફંગોળાઇ ગયું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રેક્ટરનો આગળ નો ભાગ સંપૂર્ણ રીતે ભાંગીને ભુક્કો થઈ ગયો હતો. હાલમાં ઈજાગ્રસ્ત થયેલા બંનેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment