સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે અકસ્માતના બનાવો વધતા જ જાય છે. અત્યાર સુધીમાં અકસ્માતના કારણે કેટલાય હસતા ખેલતા પરિવારો વિખેરાઈ ગયા હશે. ત્યારે પાલી-જોધપુર રોડ પર બનેલી અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટના સોમવારના રોજ મોડી રાત્રે બની હતી.
અહીં એક કાર ચાલકે બાઈક સવાર બે મિત્ર અને જબરદસ્ત ટક્કર લગાવી છે. બાઈક સવાર બંને મિત્રો ઢાબા પર જમવા માટે જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો, અકસ્માતની ઘટનામાં એક મિત્રનું કરૂણ મૃત્યુ નિપજયુ છે. જ્યારે અન્ય એક મિત્ર ઈજાગ્રસ્ત થયો છે તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
ઘટનાના પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. ઉપરાંત પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. અકસ્માતના પગલે 20 વર્ષીય રોહિત નામના યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે અકસ્માતમાં 25 વર્ષીય હેમંત ઈજાગ્રસ્ત થયો છે. રોહિત અને હેમંત મિત્ર છે.
બંને સોમવારના રોજ બાઈક લઈને રાત્રીના સમયે ધાબા પર જમવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન જોધપુર રોડ આરટીઓ પાસે જોધપુર બાજુથી પુરપાટ ઝડપે આવતી એક કારે બંને મિત્રોને અડફેટેમાં લીધા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર 20 વર્ષીય રોહિત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
આ કારણોસર તે ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યો હતો. ત્યારે અકસ્માતની ઘટનામાં બાઇક સવાર હેમંત અને કારમાં સવાર અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ લઇ ગઈ હતી. જ્યારે મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું હતું.
મંગળવારના રોજ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપી દેવામાં આવ્યું હતું. પરિવારના જવાનજોધ દીકરાનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. પોલીસે સમગ્ર ઘટનાને લઇને કાર ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment