હાલમાં સોશિયલ મીડિયામાં વિડીયો અને રીલ્સ બનાવવાનો ક્રેઝ ખૂબ જ વધી ગયો છે. હવે વિડીયો અને રીલ્સ બનાવવાનું ભૂત પોલીસકર્મીઓ પર પણ ચડી ગયું છે. અમદાવાદના કાલુપુર પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓને ફિલ્મી ડાયલોગનો વિડીયો બનાવો ખૂબ જ ભારે પડી ગયો છે.
પોલીસકર્મીઓએ ફિલ્મી ડાયલોગ પર વીડિયો બનાવીને પોતાને હીરો તરીકે ફેમસ કરવાનો પ્રયત્ન કર્યો છે. પોલીસ કર્મચારીઓએ જાણે અમદાવાદનું કાલુપુર પોલીસ સ્ટેશન એક્ટિંગ ક્લાસ ન હોય તેવી રીતે તેમાં વીડિયો બનાવી રહ્યા છે. આ વીડિયો વાયરલ થતાં જ વિડિયો બનાવનાર પોલીસકર્મીઓ વિરુદ્ધ તપાસ શરૂ કરવામાં આવી છે.
આ વીડિયોમાં પોલીસ કર્મીઓ ખાસ કરીને બુટલેગરો પ્રત્યે લાગણી હોય એમ તેમની ફિલ્મી સ્ટાઇલ કરીને ફિલ્મી ડાયલોગ બોલી રહ્યા છે. ચાર પોલીસ કર્મચારીઓએ શૂટ આઉટ એટ વડાલા ફિલ્મનો ડાયલોગ બોલીને વિડીયો બનાવ્યો હતો.
પોલીસ કર્મચારીઓએ આ વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં શેર કરીને પોલીસનો જ નીચું બતાવવાનો પ્રયાસ કર્યો હતો. આ વીડિયોમાં બે પોલીસ કર્મચારીઓ પોલીસનો રોલ ભજવે છે અને અન્ય બે પોલીસ કર્મચારીઓ બુટલેગરનો રોલ ભજવે છે. વીડિયોમાં એક પોલીસકર્મચારી પોલીસ સ્ટેશનમાં એન્ટ્રી મારીને કહે છે કે, “ગાડી મેં બેઠા છો સાહેબ”
તો સામે બુટલેગરનો રોલ ભજવી રહેલા પોલીસ કર્મચારીઓ કહે છે કે, “વોરંટ લાયા હૈ, ગવાહ હૈ તેરે પાસ” ત્યારે ફરીથી પોલીસનો રોલ ભજવનાર પોલીસકર્મીઓ બોલે છે કે, “પૂરે મહોલ્લેને દેખા હૈ તુમકો યે કરતે” ત્યારે બુટલેગર બનેલા પોલીસકર્મીઓ કહે છે કે, “યહાં ગવાહ ગાંધી કા નહીં હમારા બંદર હૈ”.
આ સમગ્ર વિડિયો સામે આવતા જ ચારેય પોલીસ કર્મીઓ સામે તપાસ શરૂ કરવામાં આવી છે. હાલમાં સમગ્ર મામલો ACP ને સોંપવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર આ સમગ્ર મામલાને લઈને આજ સાંજ સુધીમાં તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment