ટ્રેનની યાત્રા બની ગઈ જીવનની અંતિમયાત્રા : અમદાવાદમાં મણીનગર પાસે ચાલુ ટ્રેનમાંથી પડી જતા યુવકનું કરુણ મૃત્યુ, આખી રાત રેલવે ટ્રેકની બાજુમાં…

Published on: 4:11 pm, Mon, 16 May 22

હાલમાં અમદાવાદમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. અમદાવાદના મણિનગર પાસે ચાલુ ટ્રેનમાંથી પડી જવાના કારણે એક યુવકનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું છે. યુવક ચાલુ ટ્રેનમાંથી નીચે પડી ગયો છે. તેની કોઈને પણ જાણ ન હતી. આખી રાત સુધી યુવકનું મૃતદેહ રેલવે ટ્રેક પાસે પડી રહ્યું.

સવારે ત્યાંથી પસાર થતાં સ્થાનિક લોકોએ યુવકનું મૃતદેહ જોયું ત્યારે તેમને ઘટનાની જાણ પોલીસને કરી હતી. મળતી માહિતી અનુસાર યુવક સુરતમાં હોટલના વ્યવસાય સાથે જોડાયેલો હતો. યુવક સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેનમાં સુરત થી રાજકોટ પાલી જતો હતો.

આ દરમિયાન અમદાવાદના મણિનગર પાસે યુવક રાત્રિના સમયે ચાલુ ટ્રેનમાંથી નીચે પડી ગયો હતો. આ કારણોસર તેનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. રાત્રે અંધકાર હોવાથી કોઈને પણ આ વાતની ખબર ન પડી. આખી રાત યુવકનું મૃતદેહ રેલવે ટ્રેક પર પડ્યું રહ્યું.

બીજા દિવસે સવારે ત્યાંથી પસાર થતાં સ્થાનિક લોકોની નજર યુવકના મૃતદેહ પર પડી હતી. ત્યારબાદ સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો.

પોલીસે સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે. યુવકના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. યુવકનું મૃત્યુ રાત્રે કેટલા વાગે થયું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. ચાલુ ટ્રેનમાંથી કેવી રીતે યુવક નીચે પડ્યો તેની પણ કોઈ માહિતી સામે આવી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ટ્રેનની યાત્રા બની ગઈ જીવનની અંતિમયાત્રા : અમદાવાદમાં મણીનગર પાસે ચાલુ ટ્રેનમાંથી પડી જતા યુવકનું કરુણ મૃત્યુ, આખી રાત રેલવે ટ્રેકની બાજુમાં…"

Leave a comment

Your email address will not be published.


*