હાલમાં જામનગરમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના સાંભળીને તમે પણ હચમચી જશો. મળતી માહિતી અનુસાર આ ઘટના જામનગરના હાપા વિસ્તારમાં ગઇકાલે બપોરના સમયે બની હતી. અહીં એક વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરનાર યુવકનો યુવતીના પરિવારજનોએ જીવ લઈ લીધો છે.
ત્યારબાદ મૃત્યુ પામેલા યુવકના પરિવારજનોએ યુવતીની માતાનો જીવ લઈ લીધો છે. પ્રેમ લગ્નના કારણે બે લોકોના જીવ લેવાનો બનાવ સામે આવ્યો છે. ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને પોલીસે બંને ઘટનાના આરોપીઓને રાઉન્ડ અપ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર ગઈકાલે સોમરાજ નામનો યુવક હાપા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના સાસરા પક્ષના લોકો દ્વારા સોમરાજ પર પ્રહાર કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન સોમરાજ પોતાનો જીવ બચાવવા માટે રોયલ એનફિલ્ડના શો રૂમની અંદર ઘુસી ગયો હતો.
ત્યારે સાસરા પક્ષના લોકો શો રૂમમાં ઘૂસી ગયા અને ત્યાં તેમને સોમરાજનો જીવ લઈ લીધું અને ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ સોમરાજના પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ સોમરાજના પરિવારજનો યોગેશ્વર ધામમાં આવેલ આરોપીઓના ઘરે પહોંચ્યા હતા.
ત્યારે ઘર પર સોમરાજના સાસુમા હાજર હતા. સોમરાજના પરિવારજનોએ સાસુમા પર પ્રહાર કર્યા હતા અને તેમનો જીવ લઇ લીધો હતો. પ્રેમ લગ્નના કારણે બે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. હાલમાં આ સમગ્ર ઘટનાને લઇને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પરિવારના એક સભ્યનું મૃત્યુ થતાં બંને પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા સોમરાજની પત્ની ગર્ભવતી હતી તેવું જાણવા મળી રહ્યું છે. સોમવાર આજે એક વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા જેનાથી યુવતીના પરિવારજનો ખૂબ જ નારાજ હતા. જેનો ખાર રાખીને યુવતીના પરિવારજનોએ સોમરાજનો જીવ લીધો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment