બોલેરો અને કાર સામ-સામે અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત, કારની પાછળની સીટમાં બેઠેલા મહિલા જજનું કરૂણ મૃત્યુ…

Published on: 3:54 pm, Mon, 16 May 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. હાલમાં બનેલી કે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક મહિલા જજનું કારણ મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર બિકાનેર-ખાજુવાલા રોડ પર આજરોજ વહેલી સવારે કાર અને બોલેરો વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.

કાર અને બોલેરો વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે કારની પાછળની સીટમાં બેઠેલી અનુપગઢ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ (ADJ) સરોજ ચૌધરીનું કરૂણ મૃત્યુ થયું હતું. આ અકસ્માતની ઘટનામાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

મળતી માહિતી અનુસાર સિંચાઇ વિભાગનો બોલેરો અને જજ સરોજ ચૌધરીની કાર સામસામે અથડાતા ગંભીર અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતની ઘટનામાં જજ સરોજ ચૌધરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ જજ સરોજ ચૌધરીને આસપાસના લોકો દ્વારા સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

પરંતુ હોસ્પિટલમાં ડોક્ટર જજ સરોજ ચૌધરીનેવ મૃત જાહેર કર્યા હતા. આ અકસ્માતની ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા અન્ય ત્રણ લોકોની સારવાર હાલમાં હોસ્પિટલમાં ચાલી રહી છે. બંને વાહનો વચ્ચે કેટલી જોરદાર ટક્કર થઇ કે બંને વાહનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ભાંગીને ભૂકો થઇ ગયો હતો.

અકસ્માતના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જજ સરોજ ચૌધરીનું મૃત્યુ તથા ચારેબાજુ માતમ છવાઇ ગયો હતો. અકસ્માત કોની ભૂલના કારણે થયો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "બોલેરો અને કાર સામ-સામે અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત, કારની પાછળની સીટમાં બેઠેલા મહિલા જજનું કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*