હાલ સમગ્ર ગુજરાતમાં ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું છે ત્યારે અને તેજસ્વી તારલાઓ એ મહેનત કરીને ઝળહળતું પરિણામ લાવ્યા છે, ત્યારે આજે આપણે એક એવી દીકરી વિશે વાત કરીશું કે જેણે સમગ્ર ગુજરાતમાં પોતાનું નામ ગુંજવ્યું છે અને માતા-પિતાનું નામ પણ રોશન કર્યું છે.
આ દીકરી વિશે વાત કરીએ તો વૈભવી મકવાણા કે જે સુરતમાં હીરા ઉદ્યોગ સાથે જોડાયેલી હતી અને આ દીકરીએ ગુજકેટમાં 120 માંથી 120 માર્ક્સ મેળવીને સમગ્ર ગુજરાતમાં ડંકો વગાડ્યો છે અને માતા-પિતાનું નામ પણ રોશન કર્યું છે. જ્યારે તેને એક ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું હતું.
ત્યારે વૈભવી એ જણાવ્યું હતું કે ધોરણ 12માં ની પરીક્ષા માટે મેં મોડી રાત સુધી જાગીને સખત પરિશ્રમ કર્યો છે. જેનું મને આ ફળ મળ્યું છે જેની મને અનહદ ખુશી છે. વૈભવી મકવાણા વરાછા વિસ્તારની આશાદીપ શાળામાં અભ્યાસ કરતી હતી. જેમાં ગુજકેટની પરીક્ષામાં 120 માંથી 120 ગુણ મેળવીને સ્કૂલનું નામ રોશન કર્યું છે.
સાથે સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં પહેલા નંબરે આવી છે અને તેમના પિતાની વાત કરવામાં આવે તો વૈભવી ના પિતા લલિત ભાઈ જેઓ હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને મૂળ વતન જૂનાગઢ છે. તેમના પિતા ઘણા વર્ષોથી સુરતમાં રોજગારી મેળવવા આવ્યા હતા, ત્યારે પોતાની દીકરીનું ઝળહળતું પરિણામે તેમનું નામ રોશન કર્યું છે.
આજે વૈભવી મકવાણા સમગ્ર ગુજરાતમાં સુરતનું નામ ઉજવ્યું છે ત્યારે તેમના પરિવારને પણ ખુશીનો પાર નથી. એવામાં વૈભવી ના પિતાએ કહ્યું હતું કે અમારો પરિવાર મૂળ મોટેભાગે લોહાર વ્યવસાય સાથે જોડાયેલો રહે છે. એવામાં અમારી દીકરી વૈભવી પહેલી ડિગ્રી વાળી એન્જિનિયર બનશે તેનો અમને અનહદ આનંદ છે.
વૈભવી મકવાણાની માતા રુપલ બેન એ તેમની દીકરીની સફળતા જોઇને તેમની ખુશી રોકી ન શક્યા અને વૈભવી સમગ્ર ગુજરાતમાં પોતાનાં માતા-પિતાનું નામ રોશન કર્યું છે અને ધોરણ 12 સાયન્સની ગુજકેટની પરીક્ષામાં 120 માંથી 120 ગુણ મેળવીને દેશભરમાં સુરતનું નામ પણ રોશન કર્યું છે જે ખૂબ જ ગૌરવ ભરી વાત કહેવાય.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment