મહિલાએ ઘરથી 20 કિલોમીટર દૂર જંગલમાં ઝાડ સાથે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું – જાણો આ પગલું ભરવા પાછળનું કારણ…

Published on: 5:44 pm, Sat, 14 May 22

હાલમાં બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. એક 40 વર્ષીય મહિલાએ ઝાડ સાથે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના પ્રતાપગઢ જિલ્લામાં બની હતી. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૃત્યુ પામેલી મહિલાની ઉંમર 40 વર્ષની હતી. પોલીસે મહિલાના મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યુ છે. પોલીસે સંબંધીઓના રિપોર્ટના આધારે કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર મહિલા આંતરિક બીમારીથી ખૂબ જ પરેશાન હતી.

બીમારીથી પરેશાન મહિલાએ પોતાના ઘરથી 20 કિલોમીટર દૂર જંગલમાં જઈને ઝાડ સાથે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. મળતી માહિતી અનુસાર ગુરૂવારના રોજ સવારે મહિલા બકરી કરાવવાનું કહીને ઘરેથી નીકળી ગઈ હતી. મોડી સાંજ થઈ ગઈ છતાં પણ મહિલા ઘરે પરત ન ફરી, તેથી પરિવારજનોએ મહિલાની શોધખોળ શરૂ કરી હતી. છતાં પણ મહિલાનો કોઈપણ પ્રકારનો પત્તો લાગ્યો નહીં.

પરંતુ પોલીસને જંગલ વિસ્તારમાં એક મહિલાનો મૃતદેહ ઝાડ સાથે લટકતી હાલતમાં મળી આવ્યું હતું. મહિલાની ઓળખ થઇ ન હતી. મહિલાની ઓળખ કરવા માટે પોલીસે મહિલાના ફોટા આજુબાજુના ગામમાં ફેરવ્યા હતા. ત્યારે મહિલાના પરિવારજનો તે ફોટા જોઈ ગયા અને તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચ્યા.

હાલમાં સમગ્ર ઘટનાને લઇને તપાસ ચાલી રહી છે. પ્રાથમિક તપાસ અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે મહિલાને ઘણા લાંબા સમયથી માથામાં આંતરિક બીમારી હતી. તેના કારણે તે ખૂબ જ પરેશાન રહેતી હતી તેથી તેણે આ પગલું ભર્યું હશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મહિલાએ ઘરથી 20 કિલોમીટર દૂર જંગલમાં ઝાડ સાથે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું – જાણો આ પગલું ભરવા પાછળનું કારણ…"

Leave a comment

Your email address will not be published.


*