ત્રિપુરામાં ભારે ઊથલપાથલ થઈ છે. ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબે શનિવારે પોતાના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. ત્યાર બાદ કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને ભાજપના મહાસચિવ વિનોદ તાંડવને કેન્દ્રીય નિરિક્ષકો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ભાજપ આજરોજ નવા મુખ્યમંત્રીનું નામ જાહેર કરશે તેવી શક્યતાઓ છે. મળતી માહિતી અનુસાર ત્રિપુરાના મુખ્યમંત્રીએ શનિવારે રાજ્યપાલને પોતાના મુખ્ય મંત્રી પદનું રાજીનામું સુપરત કર્યું હતું. આ વિકાસ આગામી વર્ષની શરૂઆતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા આવ્યો છે.
ત્યારે ભારતીય જનતા પાર્ટીના વિધાયક દળ અને તેના નવા નેતાની પસંદગી માટે પાંચ વાગ્યે બેઠક કરી છે. મળતી માહિતી અનુસાર ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને ભાજપના મહાસચિવ વિનોદ તાવડેને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો દળની બેઠક માટે નિરીક્ષક બનાવવામાં આવ્યા છે.
ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબે નવી દિલ્હી ગયા અને પૂર્વોત્તર રાજ્યોમાં પાર્ટીની બાબતો અંગે ગુરુવારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને બીજેપીના અધ્યક્ષ જે.પી.નડ્ડા સાથે મુલાકાત કરી હતી. ભાજપના રાજ્યમાં અચાનક જ અંદરોઅંદર માથાકુટની અફવાઓ થવા લાગી છે.
સુત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે કે, નાયબ મુખ્ય પ્રધાન જિષ્ણુ દેવ વર્મા, જેઓ અગાઉના ત્રિપુરા રાજવી પરિવાર સાથે સંબંધિત છે, તેઓ વચગાળામાં ચાર્જ સંભાળે તેવી અપેક્ષા છે. 2018માં ત્રિપુરામાં ચૂંટણીમા ભારતીય જનતા પાર્ટીની જીત બાદ બિપ્લબ કુમાર દેબે ત્રિપુરાના મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારે હવે તેમને રાજીનામું આપી દીધું છે. સૌની નજર ત્રિપુરાના નવા મુખ્યમંત્રી કોણ બનશે તેના પર છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment