હાલમાં બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. આ ઘટનામાં પત્નીના મૃત્યુના 10 મિનિટ પછી પતિએ પણ દુનિયાને અલવિદા કહી દીધી હતી. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. બાળકોની નજરની સામે માતા-પિતાની અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડયું હતું. મળતી માહિતી અનુસાર મૃત્યુ પહેલા છેલ્લી વખત વૃદ્ધ પતિએ પોતાની પત્નીને પાણી પાયું હતું.
પલંગ પર બેઠેલી બીમાર પત્નીએ જરાક પાણી પણ નો પીધું અને ત્યારબાદ પોતાનો દેહ છોડી દીધો હતો. પત્નીનું મૃત્યુ થતાં પતિને ભારે આઘાત લાગ્યો હતો. પત્નીના મૃત્યુના 10 મિનિટ બાદ પતિ અચાનક જમીન પર પડી ગયા હતા. તે બન્ને એક સાથે મૃત્યુ પામ્યા હતા.
આ દુઃખદાયક ઘટના બસવાડા જીલ્લાના બાંસવાડા જિલ્લાના બસ્સી ચંદન સિંહ ગામની છે. મળતી માહિતી અનુસાર બે મહિના પહેલા 70 વર્ષીય રુપાજી ભાઈની 65 વર્ષીય પત્ની કેસરબેન પર પેરાલીસીસનો બહાર આવ્યું હતું. ત્યારબાદ કેસરબેન બીમાર રહેતા હતા.
ત્યારે ગઈકાલે કેસરબેને પોતાના પતિ રુપાજીભાઈ પાસે પીવાનું પાણી મંગાવ્યું હતું. જ્યારે રુપાજીભાઈ પાણી લઈને આવ્યા અને પોતાની પત્નીને પાણી આપ્યું ત્યારે પત્નીએ એક ટીપું પણ પાણીનું અંદર લીધું નહીં. ત્યારે રુપાજીભાઈને ખબર પડી કે પોતાની પત્નીનો જીવ ચાલ્યો ગયો છે.
પત્નીના મૃત્યુ બાદ રુપાજીભાઈને ભારે આઘાત લાગ્યો અને તે આઘાત તેઓ સહન કરી શક્યા નહીં. પત્નીના મૃત્યુના 10 મિનિટ બાદ પતિનું મૃત્યુ થયું. મળતી માહિતી અનુસાર પત્નીના મૃત્યુ બાદ રુપાજીભાઈ ઉભા હતા. ત્યારે તેઓ અચાનક નીચે પડી ગયા.
નીચે પડવાનો અવાજ સાંભળીને પરિવારજનો ત્યાં દોડી આવ્યા. પરિવારજનોએ જોયું ત્યારે બંને દુનિયાને અલવિદા કહી દીધી હતી. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. એક સાથે પતિ અને પત્ની ની અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment