વલસાડમાં નેશનલ હાઈવે 48 પર અજાણ્યા વાહને બાઇકને અડફેટેમાં લીધી, અકસ્માતમાં દીકરાની નજર સામે માતાનું મૃત્યુ…

Published on: 4:00 pm, Sat, 14 May 22

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે વલસાડના અતુલ નજીક નેશનલ હાઇવે 48 પર બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં અજાણ્યા વાહન ચાલકે એક બાઇકને અડફેટેમાં લીધી હતી. આ અકસ્માતની ઘટનામાં દીકરાની નજર સામે માતાનું કરૂણ મૃત્યુ થયું છે.

આ અકસ્માતની ઘટનામાં દીકરાને પણ ઈજા પહોંચી હતી. તેને સારવાર માટે આસપાસના લોકો દ્વારા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતની ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી.

મળતી માહિતી અનુસાર શહેરમાં ખાતે રહેતા કેયુર કમલેશભાઈ મહેસૂરિયા પોતાનું DN 09 T 4146 નંબરની બાઈક પર પોતાની માતા સાથે સેલવાસ થી નવસારી તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન વલસાડના અતુલ નજીક નેશનલ હાઇવે 48 પર એક અજાણ્યા વાહનચાલકે કેયુરભાઈ અને તેમની માતાને જબરદસ્ત ટક્કર લગાવી હતી.

આ અકસ્માતની ઘટનામાં કેયુરભાઈ ની નજરની સામે તેમની માતાનું મૃત્યુ થયું હતું. જ્યારે કેયુરભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને કેયુરભાઈ 108ની મદદથી વલસાડની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટનાની જાણ થતાં વલસાડ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અજાણ્યા વાહન ચાલકની શોધખોળ શરૂ કરી છે.

જ્યારે અકસ્માતની ઘટના બની ત્યારે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. આ કારણોસર હાઈવે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. કેયુર ભાઈની માતાનું મૃત્યુ થતાં જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. આ અકસ્માતની ઘટનામાં કેયુરભાઈ પોતાની માતાની છત્રછાયા ગુમાવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "વલસાડમાં નેશનલ હાઈવે 48 પર અજાણ્યા વાહને બાઇકને અડફેટેમાં લીધી, અકસ્માતમાં દીકરાની નજર સામે માતાનું મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*