સુરતના આ ખેડૂત પીળા તરબૂચની મીઠી ખેતી કરી રહ્યા છે, 9 એકર જમીનમાં 21 લાખનું ઉત્પાદન – જાણો આ ખેડૂતની કહાની

હાલ લોકો કૃષિ ઉદ્યોગ ક્ષેત્રે નવી નવી ટેકનોલોજી અપનાવીને ખેતી ક્ષેત્રે અવનવી ટેકનિકો દ્વારા ખેતી કરતા નજરે પડે છે, ત્યારે આજે અમે તમને એવી જ એક વાત કરવા જઈ રહ્યા છે કે જેમાં સુરતના ખેડૂતોએ અવનવી ટેકનિકનો ઉપયોગ કરીને ખેતી કરી. સામાન્ય રીતે વાત કરીએ તો આપ સૌ પહેલાં તરબૂચ જોયા હશે અને સ્વાદ પણ માણ્યો હશે. પરંતુ આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તેના વિશે સાંભળીને અચૂક નવાઈ લાગશે.

સામાન્ય રીતે તો લાલ તરબૂચ ની ખેતી થતી હોય છે પરંતુ સુરત જિલ્લામાં પહેલીવાર મિશ્ર પાઈનેપલ સ્વાદ ધરાવતા પીળા તરબૂચની ખેતી કરવામાં આવી રહી છે. હાલ બજારમાં તેની માંગ ઉઠી છે, ત્યારે વાત કરીએ તો આ કાળઝાળ ગરમીમાં લોકો ઠંડીનો અહેસાસ કરવા માટે તરબૂચનું સેવન કરતા હોય છે. ત્યારે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ૪૨ વર્ષીય યુવાન ખેડુત કે જેણે રંગીન અને સ્વાદિષ્ટ તરબૂચ ગાડીને અત્યાધુનિક ખેતી કરી.

આ ખેડૂતે જેનું નામ પ્રવીણભાઈ વલ્લભભાઈ માંગુકિયા કે જેમણે સંસ્થાને તાઈવાનના રંગીન અને સ્વાદિષ્ટ કરવાં ખેતરમાં multicrop કોન્સેપ્ટથી આંબા કલમોની સાથે તરબૂચની ખેતી નો પણ સફળ પ્રયોગ અપનાવ્યો. જેમાં તેણે આ વિદેશી તરબૂચ અને પ્રગતિશીલ ખેતી કરવા માટે આજુબાજુના ત્રણ ગામના શ્રમિકોને રોજગારીએ રાખ્યા છે અને નવ એકર જમીનમાં ૨૧ લાખ રૂપિયાનો ઉત્પાદનની આશા રાખે છે.

વાત કરીએ તો અત્યાધુનિક ખેતીમાં પણ અદ્યતન ટેકનોલોજીનો સહારો લઇને ખેડૂતો અવનવી ટેકનિકનો ઉપયોગ કરીને નહીં વિદેશી ખેતી ની જેમ પ્રગતિશીલ થવા માટે એક નવી રાહ ચીંધી રહ્યા છે ત્યારે સુરત જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોએ આવી રીતે રંગબેરંગી અને રસીલા સ્વાદનાં તરબૂચનું વાવેતર કર્યું. જેમાં અમે તમને જણાવી દઈએ કે આ ઉત્પાદનનો અંદાજ જેમાં તેમણે પ્રથમ જ દિવસે જ તરબૂચનું ઉત્પાદન કર્યું અને માત્ર નવ દિવસ બાદ ૨૧ લાખનું ઊત્પાદન થવાની સંભાવના વ્યક્ત કરી છે.

વિસ્તૃતમાં વાત કરીએ તો નવ એકર જમીનમાં multicrop નો ઉપયોગ કરી તેમાં પ્રયોગ કરતા 4400 આંબાની કલમો પણ વાપરે છે. આ ઉપરાંત તેમાં વચ્ચેના ભાગે વિદેશી તરબૂચનું વાવેતર કર્યું છે જેમાં તેણે સોલર પાવર, ખેતતલાવડી અને ટપક સિંચાઇ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. તેમના પ્રથમ પ્રયાસે જ તેમને સફળતા મળી છે અને આવા અનોખા તરબૂચ કે જેમાં ઓછા ભેજવાળા અને અતિ સ્વાદિષ્ટ તરબૂચની ખેતીનો પ્રયોગ સફળ રહ્યો છે અને રાજ્ય સરકાર તરફથી ૩૧ લાખની યોજના સબસીડી પણ પ્રાપ્ત થઈ છે.

પ્રવીણ ભાઈના આ પ્રયોગથી તેમને સફળતા મળી છે ત્યારે તેમણે કહ્યું હતું કે નાઇની ઇન્ડિયા મૂળ તાઈવાનની કંપની છે કે જેમાં બીજ માંથી બનતા રોપવા ખરીદીને વાવેતર શરૂ કરવામાં આવે છે અને વાત કરીએ તો આ વિદેશી તરબુચ તરબૂચ કરતા ભાવમાં વધુ મોંઘા હોય છે. આવી વિશાલા અને આરોહી વેરાઈટી વધુ માંગ હોવાને લીધે હોટેલોમાં તરબૂચની માંગ વધારે રહે છે જે 20 થી 30 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતું અને જેનું વજન લગભગ ચારથી પાંચ કિલો હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*