મોરબીના યુવાને વિરમગામ હાઈવે પર એક ખેતરમાં ઝાડ સાથે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું – જાણો સમગ્ર ઘટના

ગુજરાત રાજ્યમાં જીવન ટૂંકાવવાની ઘટનાઓ બે ત્રણ દિવસથી ખૂબ જ વધી ગઈ છે. ત્યારે વિરમગામ હાઈવે પર સોકલી કેનાલની બાજુમાં આવેલા ખેતરમાં ઝાડ સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

પોલીસે અજાણ્યા યુવાનના મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારીને વિરમગામ ગાંધી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલ્યું હતું. ત્યારબાદ પોલીસે મૃત્યુ પામેલા વ્યક્તિની ઓળખ શરૂ કરી હતી. મૃત્યુ પામેલો યુવાન જામનગરના જોડીયા ગામનો વતની હતો અને તે હાલમાં મોરબીમાં રહેતો હતો.

તેનું નામ રાજેશ ભાઈ વસંતભાઈ ભીમાણી હતું અને તેની ઉંમર 37 વર્ષની હતી. મૃત્યુ પામેલા રાજેશભાઈ મોરબી ખાતે પુઠા પેકિંગનો બિઝનેસ કરતા હતા. રાજેશભાઈ બે દિવસ પહેલા અગમ્ય કારણોસર કોઈને પણ કશું કહ્યા વગર ઘરેથી નીકળી ગયા હતા.

બે દિવસથી રાજેશભાઈનો ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો. મળતી માહિતી અનુસાર પોલીસને રાજેશભાઈના ખીસ્સા માંથી એસટી બસની ટિકિટ તેમજ મોબાઇલ મળી આવ્યો હતો. અગમ્ય કારણોસર રાજેશભાઈ આ પગલું ભર્યું હશે હાલમાં તેવી કહેવામાં આવી રહ્યું છે.

રાજેશભાઈની ઓળખ થયા બાદ આ ઘટનાની જાણ તેમના પરિવારજનોને કરવામાં આવી હતી. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે. સમગ્ર ઘટનાને લઇને પોલીસ દ્વારા અકસ્માતે મૃત્યુ નો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

રાજેશભાઈ ના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. પરિવારના તમામ સભ્યો વિચારમાં પડી ગયા છે કે રાજેશભાઈ આ પગલું શા માટે ભર્યું હશે. પોલીસે પણ રાજેશભાઈ કયા કારણોસર પોતાનું જીવન ટુંકાવ્યું તેનું ચોક્કસ કારણ જાણવા માટેની તપાસ હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*