ટ્રક અને આઇસર ટેમ્પા વચ્ચે ટક્કર થતાં સર્જાયો ગંભીર અકસ્માત, આઇસર ડ્રાઇવર અને ક્લીનરનું કરૂણ મૃત્યુ…

ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી જાય છે. ત્યારે દેડિયાપાડા તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે 753 બી ઉપર ગંગાપુર અને કણબીપીઠા ગામ વચ્ચે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે.

આ અકસ્માતની ઘટનામાં આઇસર ડ્રાઈવર અને આઇસર ક્લીનરનું કરૂણ મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના ગઇકાલે બની હતી. મળતી માહિતી અનુસાર ટ્રક અને આઇસર ટેમ્પા વચ્ચે ગઇકાલે વહેલી સવારે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી અનુસાર ટ્રક ચાલક પુરપાટ ઝડપે ચલાવી રહ્યો હતો. આ દરમિયાન ટ્રકે ટેમ્પા સાથે જબરદસ્ત ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે આઇસરનો આગળ નો ભાગ સંપૂર્ણ રીતે ભાંગીને ભુક્કો થઈ ગયો હતો. આ ઘટનામાં આઇસર ક્લીનર ભાસ્કર બાબુરાવને ગંભીર ઈજા પહોંચી હતી.

આ કારણસર તેનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. આ ઉપરાંત આઇસર ડ્રાઇવર મોહસીનને પણ ગંભીર ઈજા પહોંચી હતી. તેની સારવાર માટે તાત્કાલિક વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન આઇસર ડ્રાઇવરનું પણ કરુણ મૃત્યુ થયું હતું.

આ ઘટના બની ત્યારે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. ઉપરાંત ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઇને આગળની તપાસ હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*