આજકાલ જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે લગ્નના એક દિવસ પહેલા વરરાજાએ કુવામાં કુદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના બનતાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસને મૃત્યુ પામેલા વરાછા પાસેથી એક સુસાઈડ નોટ મળી આવ્યું હતું.
મળતી માહિતી અનુસાર વરરાજાએ અંગે તેના અફેરને કારણે આ પગલું ભર્યું છે તેવું જાણવા મળી રહ્યું છે. આ સમગ્ર ઘટનાને લઇને વરરાજાના પરિવારજનોએ મંગેતર સહિત પાંચ લોકો વિરુદ્ધ વરરાજાને જીવન ટૂંકાવવા માટે ઉશ્કેરવાનો ગુનો નોંધ્યો છે. આ ઘટના બાંસવાડામાં બની હતી.
મળતી માહિતી અનુસાર શુક્રવારના રોજ સાંજે 24 વર્ષીય કાંતિલાલ નામના યુવકનું મૃતદેહ કૂવામાંથી મળી આવ્યું હતું. આ ઘટના બનતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. મળતી માહિતી અનુસાર કાંતિલાલ 4 તારીખથી ગુમ થઈ ગયા હતા. પરિવારજનોએ 5 તારીખના રોજ ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી અનુસાર 5 તારીખના રોજ કાંતિલાલના લગ્ન હતા. લગ્નના એક દિવસ પહેલા કાંતિલાલ ગુમ થઈ ગયો હતો. પોલીસે કાંતિલાલ ની શોધખોળ શરૂ કરી હતી. ત્યારે ગઇકાલે સાંજે કાંતિલાલ મૃતદેહ એક કૂવામાંથી મળી આવ્યું હતું. કાંતિલાલ પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી.
સુસાઇડ નોટમાં લખ્યું હતું કે મારા માતા-પિતા અને પરિવારના બાળકો ખુશ રહેજો. મળતી માહિતી અનુસાર કાંતિલાલ મંગેતરનો અન્ય યુવક સાથે અફેર ચાલતું હતું તેથી કાંતિલાલે આ પગલું ભર્યું હશે. હાલમાં પોલીસ આ સમગ્ર ઘટનાને લઇને તપાસ કરી રહી છે. કાંતિલાલ અમદાવાદમાં નોકરી કરતો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment