હાલમાં બનેલું એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર જાનમાં ડીજેના તાલ પર ડાન્સ કરી રહેલા એક યુવકનું અચાનક કરૂણ મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર આ ઘટના ઉજ્જૈનના ઈંગોરિયામાં બની હતી. અહીં એક યુવક ડીજે પર ડાન્સ કરતો કરતો અચાનક બેભાન થઈ ગયો હતો.
ત્યારબાદ તે પાછો ભાનમાં આવ્યો જ નહી. યુવકના મિત્રો તેને તાત્કાલિક સારવાર માટે જિલ્લાની હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ત્યાં હાજર ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. આ ઘટનામાં મૃત્યુ પામેલા યુવકનું નામ લાલસિંહ હતું અને તેની ઉંમર 18 વર્ષની હતી.
લાલજી પોતાના મિત્ર વિજય ના લગ્નમાં આવ્યો હતો. ગુરૂવારના રોજ સવારે વિજયની જાન જવાની હતી. ગુરૂવારના રોજ રાત્રે 12.30 વાગ્યાની આસપાસ લાલસિંહ તેના મિત્રો સાથે ડીજેના તાલ પર ડાન્સ કરી રહ્યો હતો.
આ સમગ્ર ઘટનાને લઇને લાલસિંહ મિત્રે જણાવ્યું કે, ડાન્સ કરતા કરતા રસ્તામાં એક વખત લાલસિંહ પાણી પીધું હતું અને ત્યારબાદ ફરીથી ડાન્સ કરવા લાગ્યો હતો. ત્યારે તે અચાનક બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ લાલસિંહને ડોક્ટર પાસે લઇ ગયા હતા.
ત્યાંથી તેને ઉજ્જૈન ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. જિલ્લાની હોસ્પિટલમાં હાજર ડોક્ટરે લાલસિંહ મૃત જાહેર કર્યો હતો. આ ઘટના બનતા જ લગ્નની ખુશી માં માતમ છવાઇ ગયો હતો. લાલસિંહનો જાનમાં ડાન્સ કરતો હોય તેવો વિડિયો પણ હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
આ સમગ્ર ઘટનાને લઇને ડોક્ટરે જણાવ્યું કે, ડીજે અને અન્ય મોટા સ્પીકરથી અબનોર્મલ મુમેન્ટ આવે છે. મોટી માત્રામાં આવતા ડેસિબલ સાઉન્ડ મનુષ્યના શરીરને નુકસાન પહોંચાડે છે. જેથી હાર્ટએટેક આવવાની સંભાવનાઓ વધી જાય છે. તેના કારણે જ લાલસિંહ ડાન્સ કરતા કરતા મૃત્યુને ભેટી ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment