હાલમાં બનેલી રૂવાટા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે. એક પિતાએ ઝેરી દવા પીધી અને ત્યારબાદ આખા કુટુંબને ઝેરી દવા પીવડાવી દીધી. મળતી માહિતી અનુસાર આ ઘટના કાશીનગરમાં બની હતી. અહીં મંગળવારના રોજ એક વ્યક્તિ પોતાના પરિવારના સાથે બહાર ગયો હતો. ઘરે પરત ફરતી વખતે વ્યક્તિએ એક દુકાનેથી ઠંડી પાણીની બોટલ લીધી હતી.
ત્યારબાદ ઘરે આવીને તે વ્યક્તિએ તેમાં ઝેરી દવા ફેરવી દીધી હતી. સૌપ્રથમ ઝેરી દવા મેળવેલું પાણી તે વ્યક્તિએ પોતે પીધો પછી પોતાની પત્નીને પાણી પીવડાવ્યું. ત્યારબાદ બહાર રમતી દીકરીને પાણી પીવડાવ્યું હતું. મળતી માહિતી અનુસાર જ્યારે પિતા બોટલમાં ઝેર ભેળવી રહ્યા હતા ત્યારે પુત્રતે જોઈ ગયો હતો. તેથી તે ગમે તેમ કરીને ઘરેથી પોતાનો જીવ બચાવવા માટે ભાગી ગયો હતો.
ત્યારબાદ પુત્રે આ સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક લોકોને કરી હતી. ત્યાર બાદ પુત્રને સ્થાનિક લોકો ઘરે દોડી આવ્યા હતા. ત્યારે બેભાન હાલતમાં પતિ-પત્ની અને દીકરી ઘરમાં પડેલા જોવા મળ્યા હતાં. આ ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં રસ્તામાં પતિનું કરૂણ મૃત્યુ થયું હતું. ત્યારે આજરોજ સારવાર દરમિયાન પત્નીનું કરૂણ મૃત્યુ થયું હતું.
મળતી માહિતી અનુસાર હજુ દિકરીની હાલત નાજુક છે. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. આ ઘટના પથેરવા પોલીસ સ્ટેશન વિસ્તારના અમવા ગામમાં બની હતી. મળતી માહિતી મુજબ અજીત નામના વ્યક્તિને 6 વર્ષ પહેલા એન્સેફાલીટીસ થયો. ઘણી બધી સારવાર બાદ તેની તબિયત સારી થઈ હતી. પરંતુ તે માનસિક રીતે અસ્તવ્યસ્ત થઈ ગયો હતો.
કોરોનાની મહામારી વખતે તેને પોતાની નોકરી ગુમાવી હતી. મળતી માહિતી અનુસાર અજીત મુંબઈમાં નોકરી કરતો હતો. રોજગારીના અભાવના કારણે પરિવારમાં આર્થિક સંકટો ઉભા થઇ ગયા હતા. અજીત આર્થિક સંકડામણથી પરેશાન થઈ ગયો હતો. મંગળવારના રોજ અજીત ઠંડા પાણીની બોટલમાં ઝેરી પદાર્થ મેળવ્યો હતો. ત્યારબાદ અજિતે પાણી પીધું હતું.
ત્યારબાદ પોતાની પત્ની સીધુંને તે પાણી પીવડાવ્યું હતું. અને છેલ્લે પોતાની દીકરી નંદનીને તે પાણી પીવડાવ્યું હતું. મળતી માહિતી અનુસાર દીકરા અંશુએ પિતાને ઠંડા પાણીની બોટલમાં ઝેરી પદાર્થ નાખતા જોઈ ગયો હતો. તેથી તે ઘરેથી ભાગી ગયો હતો. આ ઘટનામાં અજીત અને તેની પત્ની સીધું કરૂણ મૃત્યુ થયું છે. પોલીસે સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment