બાઈક પર કાર્યક્રમમાં હાજરી આપવા માટે જઈ રહેલા બે વેપારીઓને એક કારે લગાવી જબરદસ્ત ટક્કર, એક વેપારીનું કરુણ મૃત્યુ – બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી…

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવે છે. આ ઘટનામાં એક કાર ચાલકે બાઇકને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ ઘટનામાં બાઇક પર સવાર વેપારીનું કરુણ મૃત્યુ થયું હતું. ત્યારે બાઇક પર સવાર અન્ય એક વેપારી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

તેમને સારવાર માટે જિલ્લાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર આ ઘટના બાડમેર કુશલ વાટીકા પાસે બની હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને પોલીસે કાર કબજે લઇને કાર ચાલકને પકડી પાડ્યો હતો.

ઉપરાંત મૃત્યુ પામેલા વેપારીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યું હતું. મળતી માહિતી અનુસાર 40 વર્ષીય ગૌતમચંદ અને 33 વર્ષીય મહાવીર નામના બે વેપારીઓ બાઇક લઇને કુશલ વાટીકા કાર્યક્રમમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા.

આ દરમિયાન બંને હાઇવે ક્રોસ કરી રહ્યા હતા ત્યારે સામેથી પુરપાટ ઝડપે આવતી એક સ્કોર્પિયો કારે વેપારીની બાઇકને જબરદસ્ત ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઇકની પાછળ બેઠેલા વેપારી લગભગ 40 થી 50 ફૂટ દૂર પડ્યા હતા. આ ઘટનામાં બાઇક સંપૂર્ણ રીતે ભાંગીને ભુક્કો થઈ ગઈ હતી.

બંને વેપારીઓને સારવાર માટે ખાનગી વાહનમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં વેપારી ગૌતમભાઈને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્કોર્પિયો ચાલકની ધરપકડ કરી હતી.

ગૌતમભાઈના મૃત્યુના કારણે એક દીકરા અને દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ ઘટના બનતા જ ગૌતમભાઈ ના પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો. હાલમાં અન્ય વેપારી ની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે તેમની હાલત પણ ખૂબ જ નાજુક છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*