અમદાવાદમાં બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી મુજબ કાલુપુર વિસ્તારમાં દોશીવાડાની પોળમાં આવેલ કસુબાવાડના એક મકાનનો ભાગ ધરાશાયી થતાં નીચે ઊભેલો યુવક કાટમાળ નીચે દબાઈ ગયો હતો.
આ ઘટનામાં યુવકના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. તે આ કારણોસર તેનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. આ સમગ્ર ઘટના બનતાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી મુજબ વાંદરાઓના કારણે જર્જરિત મકાનનો ભાગ ત્રીજા માળેથી નીચે પડ્યો હતો.
આ કારણોસર નીચે ઊભેલો એક યુવક કાટમાળ નીચે દબાઈ ગયો હતો અને આ ઘટનામાં તેનું કરૂણ મૃત્યુ થયું હતું. ઘટનાના પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. મળતી માહિતી અનુસાર દોશીવાડાની પોળમાં આવેલ એક મકાનની બહાર પ્રતીક નામનો એક યુવક અને તેના પિતા બહાર ઊભા હતા.
મળતી માહિતી અનુસાર પ્રતીકની બાઈકમાં પંચર હોવાના કારણે તે પોતાની બાઈક લઈને ઉભો હતો. આ દરમિયાન મકાનનો જર્જરિત થઈ ગયેલો ભાગ નીચે પડ્યો હતો. સમગ્ર કાટમાળ સીધો પ્રતિકની ઉપર પડવાના કારણે પ્રતીકના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.
ઘરના બધા જ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. તેઓ પ્રતીકને સારવાર માટે હોસ્પિટલ લઈ જાય તે પહેલા તો તેનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા પ્રતીકના લગ્ન હજુ એક વર્ષ પહેલા થયા હતા. પ્રતીક પોતાનાં માતા-પિતાનો એકનો એક દીકરો હતો.
એકના એક દીકરાનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર જર્જરિત થઈ ગયેલા મકાન અને અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી. આ ઘટના બનતા જ આસપાસના વિસ્તારમાં ડરનો માહોલ છવાઇ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment