બાઇક પર જઈ રહેલા માતા અને દીકરાને બસે લગાવી જબરદસ્ત ટક્કર, એક સાથે માતા અને દીકરો દુનિયા છોડીને ચાલ્યા ગયા…

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે જેમાં એક જ ક્ષણમાં હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ જતો હોય છે. ત્યારે હાલમાં બનેલી એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં માતા અને દીકરા એક સાથે દુનિયાને અલવિદા કરી દીધી છે.

અકસ્માતની ઘટના શનિવારના રોજ ઉજ્જૈન આગ્રા રોડ પર બની હતી. મળતી માહિતી અનુસાર એક બસચાલકે માતા અને દીકરાને અડફેટેમાં લીધા હતા. આ ઘટનામાં માતા અને દીકરાનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા.

ઉપરાંત પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે બંનેના મૃતદેહને જિલ્લાની હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલા દીકરાનું નામ દીકરાનું નામ પ્રભુલાલ અને તેમની માતાનું નામ કંચનબેન હતું. કંચનબેન અને પ્રભુલાલ ઉજ્જૈન જિલ્લાના ધાપલા ધુતાના રહેવાસી હતા.

મળતી માહિતી અનુસાર બંને પીપલાઈ ગામ પાસે પહોંચ્યા હતા. ત્યારે ઉજજૈન થી આગરા જય રહેલી એક બસે બાઈક પર સવાર માતા અને દીકરાને જબરદસ્ત ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે માતા કંચનબેન અને 25 વર્ષીય પુત્ર પ્રભુલાલ ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું.

અકસ્માત બન્યા બાદ બસ ચાલક ઘટના સ્થળે બસ મૂકીને ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને કંચનબેન અને પ્રભુલાલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યા હતા.

મળતી માહિતી અનુસાર કંચનબેન અને પ્રભુલાલ માસીના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડયો હતો. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*